ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (13:21 IST)

રેલ ભાડુ વધારવાના મળ્યા છે સ્પષ્ટ સંકેત

હજુ રેલ બજેટ રજુ થયુ નથી અને ભાડામાં વધારો કરવાના સંકેત પહેલાથી મળવા લાગ્યા. તો પછી બજેટ રજુ થતી વખતે શુ થશે. . જેને પણ રેલભાડામાં વધારા વિશે સાંભળ્યુ હશે એ દરેકના મનમાં આ જ પ્રશ્ન  ઉઠી રહ્યો હશે.  સૂત્રોના મુજબ રેલ બજેટ રજુ થવાના એક મહિના પહેલા જ રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભાડામાં વધારો કરવાના સંકેત આપી દીધા છે. 
 
લોકોને આપવી પડશે વધુ સુવિદ્યાઓ ... 
 
ભારતીય રેલમા ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમેંટ અને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટૅનરશિપ વિષય પર આયોજીત એક રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લેવા માટે આવેલ રેલ મંત્રીએ આ માહિતી આપી કે જો રેલવેનો ઝડપથી વિકાસ કરવાનો છે તેઓ એ માટે દરેક શક્ય સ્ત્રોત તરફથી રોકાણની જરૂર પડશે. આવામા મીડિયાના એક સવાલ પર કે શુ આનો કહેવાનો મતલબ છે કે રેલવેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તેમણે ફક્ત એટલો જ જવાબ આપ્યો કે રેલભાડાને વધારવામાં આવશે. રેલવે પર બોઝ દરેક રીતે સામાન્ય માણસ પર બોજ છે. કારણ કે રેલવે ડિપાર્ટમેંટ સામાન્ય લોકોનો જ છે. આ આપણી જવાબદારી છે કે આપણે તેને વ્યવસ્થિત ચલાવીએ. આ સાથે જ લોકોને વધુમાં વધુ સુવિદ્યાઓ આપવી પડશે. 
 
 
નવા સ્ત્રોતો તરફથી રોકાણ એકત્ર કરવા પર વિચાર 
 
આમ છતા તેમણે એ વાતની વિગત બિલકુલ ન આપી આપી કે જો રેલ ભાડામાં વધારો થશે તો કેટલો થશે. તેનાથી વિપરિત તેમણે રેલવેની ફાઈનેંશિયલ અને ટેકનોલોજિકલ ઈનવેસ્ટમેંટની જરૂરિયાત પર જોર આપ્યો. તેમણે કહ્યુ કે આને લઈને ફોરેન પેંશન ફંડ્સ અને બીજી સંસ્થાઓ જેવા નવા સ્ત્રોતો પાસેથી રોકાણ એકત્ર કરવા પર નવેસરથી વિચાર કરવામાં આવી રહ્યો છે.  
 
રેલવેનુ ખાનગીકરણ નહી થાય 
 
અહી બોલતા સુરેશ પ્રભુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે રેલવેના ખાનગીકરણની કોઈ જરૂર નથી. પણ આવુ કરી પણ નહી શકાય. તેમણે એ વાતની માહિતી આપી કે રેલવેને હાલ ભારત સરકાર જ ચલાવશે.  તેનુ કારણ પણ તેમણે બતાવ્યુ કે નાણાકીય સંસ્થા સારુ રિટર્ન તો ઈચ્છે છે પણ ઓનરશિપ લેવા નથી માંગતી. આવી પરિસ્થિતિમાં તેના ખાનગીકરણ વિશે મંત્રાલય તરફથી કોઈ વિચાર નથી કરવામાં આવી રહ્યો.  આ સાથે જ રેલ મંત્રીએ એ પણ જણાવ્યુ કે પીપીપી અને એફડીઆઈ પર સરકારનો કોઈપણ નિર્ણય આ આધાર પર થશે કે રેલવે અને અર્થવ્યવસ્થાનો વિકાસ દરેક કિમંતે સુનિશ્ચિત થઈ શકે.  આને તેમણે રેલવેની ક્ષમતા અને ઉત્પાદકતાને વધારવા પર જોર આપ્યુ છે. આવુ એ માટે જેથી રેલવેને વધુ સુવિદ્યાજનક અને સારુ બનાવી શકાય.