શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2013 (13:16 IST)

રેલવે મુસાફરો સોમવારથી વધારે પૈસા ખર્ચવા તૈયાર રહો

P.R
રેલવેમાં મુસાફરી કરનારાઓને સોમવારથી વધારે પૈસા ખર્ચવા પડશે કારણ કે તાત્કાલિક શુલ્ક, રિર્ઝવેશન દર, કેન્સલ દર, સુપરફાસ્ટ દર અને કારકૂની શુલ્કમાં એક એપ્રિલથી વધારો લાગૂ થશે. વર્ષ 2013-14ના રેલવે બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

રેલવે મંત્રી પવન બંસલે ગત મહિને સંસદમાં વર્ષ 2013-14નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. જો કે આ બજેટમાં યાત્રીભાડાના વધારાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો ન હતો. દ્રિતિય શ્રેણી અને સ્લીપર શ્રેણીમાં રિઝર્વેશન દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ એસી શ્રેણીમાં પંદરથી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પ્રમાણે સુપરફાસ્ટ ગાડીઓના પૂરક દરોમાં પાંચ રૂપિયાથી માંડીને 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કન્ફોર્મ ટિકિટ રદ કરાવવા દરમાં દસ રૂપિયાથી માંડીને 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે વેઇટીંગ યાદી આરએસી ટીકીટને રદ કરાવવી પાંચ રૂપિયાથી માંડીને દસ રૂપિયા મોંઘી બની જશે. તત્કાલિક શુલ્કમાં કરવામાં આવેલા સંશોધન મુજબ હવે સ્લીપર શ્રેણીમાં યાત્રા કરવા માટે ન્યૂનતમ તત્કાલ દર 90 રૂપિયા અને વધુમાં વધુ 175 રૂપિયા ચુકવવા પડશે. આ પ્રમાણે એસી કુર્સી યાનમાં આ ક્રમશ સો રૂપિયા અને બસ્સો રૂપિયા હશે, જ્યારે સેકન્ડ એસી શ્રેણીમાં 250 રૂપિયા અને 350 રૂપિયા, થર્ડ એસી શ્રેણીમાં 300 અને 400 રૂપિયા તથા એખ્જ્યુકેટિવ શ્રેણીમાં આ 300 રૂપિયા અને 400 રૂપિયા હશે.