મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2014 (11:10 IST)

લોકસભા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીની અસર જોવા મલશે - સર્વે

P.R

દિલ્હીમાં મેદાન માર્યા બાદ શુ આમ આદમી પાર્ટીની અસર દેશભરમાં જોવા મળહે. અંગ્રેજી છાપા ટાઈમસ ઓફ ઈંડિયાના પોલના પરિણામમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા આખા દેશમાં જોવા મળી રહી છે. સર્વેમાં આખા દેશમાં આમ આદમી પાર્ટીની વધતી અસર જોવા મળી રહી છે. જો કે પ્રધાનમંત્રી પદની દાવેદારીમાં કેજરીવાલની નરેન્દ્ર મોદીથી પાછળ બતાવાયો છે પણ રાહુલ ગાંધીથી તેઓ ઘણા આગળ છે.

સર્વેના મુજબ દેશની 44 ટકા જનતા લોકસભા ચૂંટ્ણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વોટ આપી શકે છે, જ્યારે કે બીજા 27 ટકા ઉમેદવારોનું કહેવુ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જો સારો હશે તો તે તેને વોટ કરી શકે છે, જો કે આ સર્વેમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારી પર હજુ પણ લોકોના વિચારો નરેન્દ્ર મોદીના પક્ષમાં વધુ જોવા મળી રહ્યા છે.

મોદીએ દેશની 58 ટકા જનતા પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે, જ્યારે કે અહી પણ કેજરીવાલ કોંગ્રેસના રાહુલ ગાંધીથી ખૂબ જ આગળ છે. કેજરીવાલને 25 ટકા જ્યારે કે રાહુલને પ્રધાનમંત્રીના રૂપમાં માત્ર 14 ટકા લોકોજ પોતાની પસંદ બતાવી રહ્યા છે.

આ સર્વેમાં લોકોને જ્યારે એવુ પૂછવામાં આવ્યુ કે શુ આમ આદમી પાર્ટી આખા દેશમાં લોકસભા ઉમેદવાર ઉતારવા માંગે છે તો 81 ટકા લોકો તેમના પક્ષમાં વિચાર આપ્યા.

સર્વેમાં એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો જીતી શકે છે તો 25 ટકા લોકોએ આમ આદમી પાર્ટીને 0 થી 25 સીટો મળવાનુ અનુમાન લગાવ્યુ છે, જ્યારે કે 26 ટકા લોકો પાર્ટીને 26 થી 50 સીટો મળવાનુ અનુમાન લગાવી રહ્યા છે., બીજી બાજુ 33 ટકા લોકોનું માનવુ છે કે પાર્ટીને 51થી 100 સીટો સુધી મળી શકે છે. જ્યારે કે 11 ટકા લોકો પાર્ટીને 100થી વધુ સીટો મળવાનુ અનુમાન લગાવી રહ્યા છે. બીજી બાજુ પાંચ ટકા લોકો માને છે કે પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના બળ પર બહુમત પણ મળી શકે છે.

આમ આદમી પાર્ટી ચર્ચામાં આવતા જ આ વાતની ચર્ચા પણ થઈ રહી છે કે આ પાર્ટી કોને વધુ નુકશાન પહોંચાડશે. સર્વેમાં 31 ટકા લોકોનું માનવુ છે કે નુકસાન બીજેપીને વધુ થશે, જ્યારે કે 26 ટકા લોકોનું માનવુ છે કે નુકસાન કોંગ્રેસને વધુ થશે. બીજી બાજુ 26 ટકા લોકોનુ એવુ પણ કહેવુ છે કે બંને પાર્ટીઓને બરાબર નુકશાન થશે.

દિલ્હીમાં સરકાર બન્યા બાદ અત્યાર સુધી પાર્ટીના કામકાજ પર જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો બધા શહેરોમાં 70 ટકા લોકો તેનાથી સંતુષ્ટ જોવા મળ્યા. જ્યારે કે દિલ્હીમાં આ આંકડો 93 ટકા પહોંચી ગયો છે.

ટાઈમ્સ ઓફ ઈંડિયા માટે આ સર્વે માર્કેટ રિસર્ચ એજંસી (IPSOS) એ દેશના આઠ મોટા શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ,બેંગલુરુ, હૈદરાબાદ,પુણે અને અમદાવાદમાં કર્યો, જેમા 18થી 45 વર્ષના 2015 લોકોને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે.