શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , બુધવાર, 29 જુલાઈ 2009 (16:16 IST)

વધુ પ્રશ્નો ન પુછે પાકિસ્તાન : ચિદંબરમ

પાકિસ્તાન દ્વારા જમાત ઉદ દાવા પ્રમુખ હફીજ સઈદ વિરુદ્ધ સાક્ષ્યોની કમીની વાત વારવાર પુનરાવર્તિત કરવાથી નાખુશ ભારતે કહ્યું છે કે, પાકિસ્તાને હવે વધારે પ્રશ્નો પુછવા ન જોઈએ કારણ કે, મુંબઈ હુમલાના દસ્તાવેજોમાં પર્યાપ્ત સાક્ષ્ય પૂરા પાડવામાં આવી ચૂક્યાં છે.

પાકિસ્તાને દાવો કર્યો છે કે, સઈદને સજા પાવા માટે તેની પાસે પર્યાપ્ત પૂરાવા નથી, જેની ભારતે મુંબઈ હુમલાના પ્રમુખ આરોપીના રૂપમાં ઓળખ કરી છે. આ મુદ્દે ટિપ્પણી માગવામાં આવવા પર ગૃહમંત્રી પી. ચિદંબરમે કહ્યું કે, તેમને હવે વધુ પ્રશ્નો પુછવા ન જોઈએ. દસ્તાવેજોમાં સઘળુ છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે ષડયંત્ર રચનારાઓને સજા આપવા માટે પર્યાપ્ત સાક્ષ્ય છે. તેણે પોતાનું કામ કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ગૃહમંત્રી રહમાન મલિકે મંગળવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હફીજ સઈદ વિરુદ્ધ અમારી પાસે કોઈ પૂરાવા નથી. અમે ભારતને કહ્યું છે કે, તેની પાસે કોઈ પૂરાવા હોય તો અમને આપે, પરંતુ ભ્રામક પ્રચાર ન કરે.

મલિકે કહ્યું હતું કે, સાભળેલી વાતોના આધાર પર પાકિસ્તાન પોતાના નાગરિકોની ધરપકડ ન કરી શકે અને ભારત જો કોઈ વિશ્વસનીય કાર્યવાહી ઈચ્છે છે તો તેને ઠોસ પૂરાવા આપવાની જરૂરિયાત છે.