શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 મે 2009 (19:35 IST)

વરસાદ 26મેએ કેરળ પહોચશે

દેશનાં 20 કરોડથી વધુ ખેડૂતો જેની કાગડોળે રાહ જોવે છે, તે વરસાદ 26 મે સુધીમાં કેરળમાં પ્રવેશ કરી લેશે. આ વખતે વરસાદ પાંચ દિવસ વહેલો છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ અંડમાન નિકોબારનાં સમુદ્રમાં 20મેની આસપાસ વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે. જે સામાન્ય કરતાં પાંચ દિવસ મોડો છે. પણ કેરળ તરફ વરસાદ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.

હવામાન ખાતાનાં વિવિધ મોડલો મુજબ 17 એપ્રિલનાં રોજ અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે વરસાદ 96 ટકા થશે. ગયા વર્ષ કેરળમાં વરસાદ 29 મેની આસપાસ આવશે,તેવું અનુમાન લગાવવામાં આવ્યુ હતું. પણ વરસાદ 31મેનાં રોજ આવ્યો છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ 1 જૂન સુધીમાં આવતો હોય છે.