શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 27 માર્ચ 2009 (11:09 IST)

વરૂણ કરશે સુપ્રિમમાં અરજી

ભાજપના લોકસભાના ઉમેદવાર વરૂણ ગાંધી તેમના મતવિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર ઉપર સ્ટે મેળવવા આજે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરે તેવી સંભાવના છે.

વરૂણ ગાંધીના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, વરૂણને અલ્હાબાદ હાઇકોર્ટના આદેશની નકલ હજુ સુધી મળી નથી. અલ્હાબાદ હાઇકોર્ટે ગઈકાલે જ તેમની સામે એફઆઇઆર રદ કરવાની માંગણી કરતી તેમની અપીલને ફગાવી દીધી હતી. વરૂણને પત્રો મળી ગયા બાદ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટ દ્વારા તેમને મંજુર કરવામાં આવેલા આગોતરા જામીનની અવધિ આજે પુરી થઈ રહી છે. લઘુમતિ સમુદાય સામે ઉશ્કેરણીજનક ભાષણ કરવા સાથે સંબંધિત સીડી સપાટી ઊપર આવ્યા બાદ પીલીભીતમાં વરૂણ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.