ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 28 માર્ચ 2009 (12:07 IST)

વરૂણ રાષ્ટ્રીય નેતા નથી - ભાજપ

ભાજપના પ્રવકતા બલબીર પુંજે જણાવ્યું હતું કે, વરૂણ ગાંધી રાષ્ટ્રીય નેતા નથી જેથી લોકસભાની ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારક તરીકે ઉપયોગ કરવામાં નહીં આવે.

ચૂંટણી માટે ભાજપે જોરદાર પ્રચાર કરવા કમરકસી લીધી છે ત્યારે પક્ષે સ્ટાર પ્રચારકો તરીકે હાલમાં વિવાદમાં ફસાયેલા વરૂણ ગાંધીનો ઉપયોગ કરવા ઈન્કાર કર્યો છે.

આ અંગે તેમણે કહ્યું હતું કે, વરૂણ ગાંધી રાષ્ટ્રીય સ્તરના નેતા નથી. મિડિયા માટે રાષ્ટ્રીય નેતા હોઇ શકે છે પરંતુ ભાજપ માટે રાષ્ટ્રીય નેતા નથી. પીલીભીતમાં ઉશ્કેરણીજનક ભાષણ બાદ વરૂણ ગાંધી દેશભરમાં લોકપ્રિય બની ગયા છે.

પુંજે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પ્રચારમાં ટોચના છ નેતાઓના નામ નક્કી કર્યા છે. વરૂણ ગાંધી સ્ટાર પ્રચારક તરીકે રહેશે નહીં. પક્ષે નિર્ણય કર્યો છે કે, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એલ.કે. અડવાણી, પક્ષ પ્રમુખ રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા વકૈયા નાયડુ, અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજ રાષ્ટ્રીય પ્રચારકો હશે.