મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 1 ડિસેમ્બર 2008 (13:10 IST)

વર્ષ 2008 ઘટનાપૂર્ણ રહ્યું -ચિદંબરમ

કેન્દ્રના નવા ગૃહમંત્રી પી. ચિંદબરમે કહ્યું હતું કે, વર્ષ 2008 તેમના માટે ઘટનાપૂર્ણ રહ્યું છે.

નાણામંત્રાલયથી ગૃહમંત્રાલયમાં જતી વખતે ચિદંબરમે આજે પત્રકારોને કહ્યું હતું કે, અર્થ વ્યવસ્થાની ગતિ આ વર્ષે ધીમી રહેશે જોકે આર્થિક વૃધ્ધિ દર સંતોષજનક આઠ ટકા જળવાઇ રહેશે.

તેમણે કહ્યું કે, નાણામંત્રાલયનો કાર્યાભાર પ્રધાનમંત્રી પાસે રહેવાથી દેશવાસીએ નિશ્વિંત રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, નાણામંત્રાલયને પ્રધાનમંત્રી સિવાય અન્ય કોણ વ્યવસ્થિત રીતે સંભાળી શકે.

તેમણે કહ્યું કે, આવનાર સમયમાં મોંઘવારી નરમ પડશે અને આર્થિક વિકાસ દર સારો થશે. તેમણે નાણામંત્રાલય અને ભારતીય રીર્ઝવ બેન્ક વચ્ચે વ્યવસ્થિત સહયોગ ઉપર ભાર મુક્યો હતો.