ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વસુંધરા કદાચ રાજીનામું આપી દે !

રાજસ્થાનની કદ્દાવર નેત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સંભવત: સોમવારે પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. રાજસ્થાન વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પદથી રાજીનામું આપવાથી ઈનકાર કર્યાં બાદ ઉપજેલા ગતિરોધને દૂર કરવા માટે તે હાલ દિલ્હીમાં છે. વરિષ્ઠ ભાજપા નેતા એમ.વેંકૈયા નાયડૂને તેની સાથે વાતચીત કરીને મામલાનું સમાધાન શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજે બપોરે નાયડૂને મળશે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં હાર અને સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને પગલે પાર્ટી નેતૃત્વએ રાજે ને રાજ્ય વિધાનસભામાં નેતા પ્રતિપક્ષનું પદ છોડવા માટે કહ્યું હતું. પાર્ટીના નિર્દેશની અવમાનના કરતા રાજેએ શક્તિપ્રદર્શન કર્યું હતું.

તેણે 50 ધારાસભ્ય કેન્દ્રિય નેતૃત્વ સમક્ષ મોકલી દીધા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, રાજે ત્યાગ પત્ર આપવા માટે સશર્ત તૈયાર થયાં છે. તેણે પાર્ટીનો નિર્ણય માનવા પહેલા પોતાની ત્રણ માંગો રાખી હતી.

તે ઈચ્છે છે કે, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા તેમની પસંદ હોય અને તેમના બે સમર્થકોની બરખાસ્તગી પરત લેવામાં આવે. રાજેની ત્રીજી માગણી છે કે, તેને દિલ્હીમાં કોઈ હોદ્દો મળે.