શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બેલ્લારી , ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (10:17 IST)

વાન ઝાડ સાથે અથડાતાં 15 મોત

કર્ણાટકના બેલ્લારી જિલ્લાના એક ગામ નજીક એક મુસાફર વાન રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં 15ના મોત થયા છે.

આ અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો મુજબ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કુદાથી ગામ નજીક આવે સવારે પસાર થઇ રહેલી એક મુસાફર વાન રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે ટકરાતાં વેનમાં સવાર 15 મુસાફરોના મોત થયા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયાનું જાણવા મળે છે. ઘાયલોને સારવાર માટે લઇ જવાયા છે.