ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 14 મે 2008 (04:16 IST)

વિશ્વના શક્તિશાળી દેશો તરફથી ભારતને સહાનૂભૂતી

નવી દિલ્હી(ભાષા) જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટોની નિંદા ભારતે જ નહીં વિશ્વના લગભગ તમામ શક્તિશાળી દેશો કરી હતી. આતંકવાદી હુમલાના કારણે માર્યા ગયેલા નિર્દોષ લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરતાં બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ મિલબૈંડે જણાવ્યુ હતુ કે, જયપુરમાં થયેલા વિસ્ફોટો આતંકવાદના વિનાશકારી મનસૂબાઓ દાખવી રહ્યા છે.

બીજી તરફ ફ્રાંસના વિદેશમંત્રી બર્નાડ કાઉચનરે આ ઘટના અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, તેમનો દેશ આતંકવાદ સામે લડવા માટે ભારતની યથાસંભવ મદદ કરવા માટે તૈયાર છે અને આ દુઃખની ઘડીમાં તેઓ ભારતની સાથે છે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા સીન મેક્કોમેંકે કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો ઈરાદો નિર્દોષ લોકોના જીવ લેવાનો હતો અને અમેરિકા આ હુમલાની નિંદા કરે છે.