બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં "માયા"

માયાવતીની માયા ફોર્બ્સમાં દેખાઇ

PTI
વિશ્વની સૌથી શક્તિશાળી 100 મહિલાઓમાં બહુજન સમાજ પાર્ટીની સર્વેસર્વા સુ શ્રી માયાવતી પણ સમાવેશ થયો છે. અમેરિકન મેગેઝીન ફોર્બ્સે જાહેર કરેલ લીસ્ટમાં સોનિયા ગાંધી તો મોજુદ છે જ. પણ તેમનું સ્થાન પહેલાં કરતાં થોડું પાછળ ધકેલાયું છે. સોનિયા ગાંધી 6ઠ્ઠા સ્થાને થી 21મા સ્થાન પર આવી ગયા છે.

ઉત્તર પ્રદેશનાં એક નાનકડા ગામની દલિત યુવતિએ શિક્ષકા બની, આઈએએસ બનવાના સપના જોયા હતા. જોકે કાંશીરામની છાયામાં આવતાં જ તેણે સીધો રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચાર-ચાર વાર બિરાજમાન થનાર માયાવતીને હવે વિશ્વમાં માનની નજરે જોવામાં આવે છે. તેની સોશિયલ એન્જિનિયરીંગે ઉત્તર પ્રદેશનાં છેલ્લી ચુંટણીમાં બધા પક્ષોનાં સુપડાં સાફ કરી નાંખ્યા હતાં. અને.આગામી લોકસભાની ચુંટણી બાદ તે ચોક્કસ કીંગમેકર કે ખુદ જ ક્વીન બની જશે.

  આ મેગેઝીનમાં સોનિયા ગાંધી વિશે લખવામાં આવ્યું છે કે તે ભારતની સૌથી શક્તિશાળી અને સત્તારૂઢ પક્ષની પ્રમુખ નેતા છે. પણ માયાવતીને સ્ટાર ઈન રાઈઝીંગ એટલે ઉગતાં તારાની જેમ આવનારા સમયની સૌથી શક્તિશાળી મહિલા ગણવામાં આવી છે. તેમણે માયાવતીને પ્રધાનમંત્રીની દોડમ      
અમેરિકન મેગેઝીન ફોર્બ્સે બહાર પાડેલા 100 શક્તિશાળી મહિલાઓની લીસ્ટમાં માયાવતીનું સ્થાન 59મું છે. આ લીસ્ટમાં ભારતીય મૂળની ઈન્દ્રા નુઈ ગત વર્ષ કરતાં બે સ્થાન ઉપર એટલે કે ત્રીજા સ્થાને પહોચી છે. નૂઈ પેપ્સીકોની પ્રમુખ છે.

તો ભારતની અગ્રણી બાયોટેક્નોલોજી કંપની બાયોકોનની પ્રમુખ કિરણ મજમુદાર 99મા સ્થાને છે. જ્યારે સૌથી પ્રથમ સ્થાને જર્મનીની ચાન્સેલર એન્જિલા મર્કેલ છે. ત્યારબાદ દ્વિતીય સ્થાને ફેડરલ ડીપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનાં અધ્યક્ષ શેઈલા બેયર છે.

આ મેગેઝીનમાં સોનિયા ગાંધી વિશે લખવામાં આવ્યું છે કે તે ભારતની સૌથી શક્તિશાળી અને સત્તારૂઢ પક્ષની પ્રમુખ નેતા છે. પણ માયાવતીને સ્ટાર ઈન રાઈઝીંગ એટલે ઉગતાં તારાની જેમ આવનારા સમયની સૌથી શક્તિશાળી મહિલા ગણવામાં આવી છે. તેમણે માયાવતીને પ્રધાનમંત્રીની દોડમાં પણ સામેલ કરી છે.