શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (19:50 IST)

વિસ્ફોટકો મુદ્દે કડક કાયદો બનાવાશે

વિસ્ફોટક પદાર્થ નિયમન કાયદાને નવા આતંકી પડકાર સામે ટક્કર લેવા માટે વધુ મજબૂત બનાવવા માટે આજે મંત્રાલય કાર્યાલયમાં એક અગત્યની બેઠક બોલાવાઇ હતી. જેમાં વિસ્ફોટક પદાર્થ નિયમન કાનૂનને મજબૂત બનાવવા માટે તેના ઉત્પાદન, પરિવહન, વેચાણ તથા ઉપયોગ ઉપર અંકુશ લગાવવા માટે વર્તમાન કાયદાને મજબૂત કરવાની ચર્ચા કરાઇ હતી.

ગૃહ સચિવ મધુકર ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઉદ્યોગ, રક્ષા, ગુપ્તચર બ્યૂરો, પેટ્રોલિયમ તથા વિસ્ફોટક પદાર્થ સંગઠનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં વિસ્ફોટક પદાર્થો પર અંકુશ લગાવવાની માંગ સાથે રચાયેલા ગ્રુપની માંગણીઓ પર વિચાર કરાયો હતો કે જેથી આ મામલે કાયદાને મજબૂત બનાવી શકાય.

હાલમાં થઇ રહેલ આતંકી ઘટનાઓમાં એમોનિયમ નાઇટ્રેટ રસાયણનો બ્લાસ્ટ કરવામાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે હજુ સુધી એમોનિયમ નાઇટ્રેટને આ કાયદામાં સામેલ કરાયું નથી. બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.