શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2013 (15:56 IST)

વૈકેયા નાયડુએ શિંદે વિરુદ્ધ આપ્યુ આપત્તિજનક નિવેદન !!

ભાજપા પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા વૈકેયા નાયડૂએ શુક્રવારે સંસદમાં ગૃહમંત્રી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપીને બધા સભ્યોને ચોંકાવી દીધા છે. ટીવી ચેનલ મુજબ નિવેદન એટલુ આપત્તિજનક હતુ કે તેને બતાવી નથી શકાતુ.
P.R

પ્રાપ્ત માહિતી મુજબ નાયડૂએ પ્રશ્નકાળ સ્થગિત કરવાની માંગ કરવાની સાથે હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ પર સુશીલ કુમાર શિંદેના નિવેદનની માંગ કરી રહ્યા હતા. સાંસદમાં આ વાતને લઈને પણ નારાજગી હતી કે શિંદેએ પહેલા લોકસભામાં નિવેદન કેમ આપ્યુ, જ્યારે કે નિયમ મુજબ તેમણે પહેલા રાજ્યસભામાં નિવેદન આપવુ જોઈએ. તેમણે સદનની ગરિમાનુ ધ્યાન નથી રાખ્યુ.

આ ઘટના પછી રાજ્યસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી બાજુ વૈકૈયાની ટિપ્પણીથી નારાજ કોંગ્રેસ સાંસદ સદન ફરી શરૂ થવા પર તેમને નિવેદન પરત લેવાની માંગ કરવા ઉપરાંત માફી માંગવાની પણ વાત કરશે.


શુ કહ્યુ વેકૈયાએ ?

રાજ્યસભામાં હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ પર ગૃહમંત્રી શિંદેના નિવેદન પછી ભાજપા નેતા વેકૈયા નાયડૂએ કહ્યુ કે આતંકવાદને સરકાર ગંભીરતાથી નથી લઈ રહી. તેની પાસે કોઈ નીતિ નથી.

તેમણે કહ્યુ કે આતંકવાદી સંગઠન સતત પડકાર આપી રહી છે અને સરકારે આખા દેશને નિરાશ કર્યો છે. તેણે પોતાની જવાબદારી નથી નિભાવી. ભાજપા નેતાએ કહ્યુ કે અલર્ટ પછી પણ સરકાર ન ચેતી. તેમણે કહ્યુ કે અમે આ મુદ્દા પર કોઈ રાજનીતિ નથી કરી રહ્યા.