ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 20 ઑગસ્ટ 2014 (10:43 IST)

વૈજ્ઞાનિકોની તપસ્યાએ દેશને તાકતવર બનાવ્યો - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી અરુણ જેટલીએ ડીઆઈડીઓના પુરસ્કાર સમારંભમાં ભાગ લીધો સમારંભ દરમિયાન મોદીએ કહ્યુ કે વૈજ્ઞાનિકોને યુનિવર્સિટી સાથે જોડવી જોઈએ. તેમણે કહ્યુ કે યુવા વૈજ્ઞાનિકોએ પણ તક આપવી  જોઈએ. 
 
મોદી કહ્યુ કે પાંચ એવા લૈબ બનાવો જેમા 35 વર્ષથી ઓછા વયના વૈજ્ઞાનિક હોય. મોદીને કહ્યુ કે વૈજ્ઞાનિકોની તપસ્યાને દેશને તાકતવર બનાવી. તેમણે કહ્યુ  કે સમય પર કામ કરવુ સૌથી મોટો પડકાર છે.   
 
વૈજ્ઞાનિકોએ દેશના સૈનિકો માટે વિશેષ કંઈક કરવુ જોઈએ. તેમની વોટરબેગ એવી હોવી જોઈએ જેનાથી તેમને ઓછામાં ઓછુ વજન લાગે. તેમના શુઝ એવા હોવા જોઈએ જે તેમને પહાડીઓ પર ચઢવામાં સરળતા આપે.  દેશમાં પાંચ લૈબ એવી હોય જેમા કામ કરવારાની વય 35 વર્ષથી ઓછી હોય 
 
વૈજ્ઞાનિકોનો વિદ્યાર્થીઓ સાથે પણ સીધો સંવાદ હોવો જોઈએ. વૈજ્ઞાનિકો અને સેના વચ્ચે સીધો સંવાદ હોવો જોઈએ. ત્રણેય સેનાઓ પાસેથી વૈજ્ઞાનિકોને આઈડીયા લેવાની જરૂર. જે કામ દુનિયા 2020માં કરશે તે તમે 2018માં જ કરી બતાવો. સમયથી પહેલા કામ કરવુ એ આપણી માટે સૌથી મોટો પડકાર દુનિયા ખૂબ ઝડપથી બદલાય રહી છે  દેશ માટે વૈજ્ઞાનિકોની તપસ્યા પ્રશંસનીય છે.