ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

....વો સુહાને પલ યાદ આયેંગે

લોકસભાને દિગ્ગજ નેતાઓનો ખોટ રહેશે

દેવાંગ મેવાડ

15મી લોકસભામાં વર્ષોથી લોકસભામાં સાંસદ તરીકે પોતાનાં પદ અને ગરીમાનું સન્માન કરતાં કેટલાંક નેતાઓ દેખાશે નહીં. તેમની પ્રામાણિકતા અને વિચારોની ખોટ દેશને જરૂર પડશે.

14મી લોકસભાના અંત સાથે દેશનાં દિગ્ગજ રાજકારણીઓનો સુરજ પણ આથમી ગયો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, સ્પીકર સોમનાથ ચેટર્જી, પૂર્વ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ ચુંટણી લડવાના નથી. વાજપેયી પોતાની ખરાબ તબીયતને કારણે ચુંટણી લડવા અક્ષમ છે. વાજપેયી 1957થી સતત ચુંટણી લડતાં આવ્યા છે. તેમણે 1952, 1962, 1967 અને 1984ની ચુંટણીમાં હાર્યા છે. તે છોડીને તમામ ચુંટણીઓ લડીને જીત મેળવી છે. દેશમાં પાંચ વર્ષ સુધી બિનકોંગ્રેસી સરકાર ચલાવવાનો રેકોર્ડ પણ વાજપેયીનાં નામે છે.

તો સોમનાથ ચેટર્જીને પાર્ટીએ સસ્પેન્ડ કરીને, ચુંટણી લડવા અક્ષમ બનાવી દીધા છે. કોમરેડ ચેટર્જીને યુપીએનાં વિશ્વાસમત દરમિયાન પાર્ટી લાઈનથી વિરૂધ્ધ જવા બદલ સસ્પેન્ડ કરી દવામાં આવ્યા છે. ચેટર્જી 2004માં 10મી વખત ચુંટાઈ આવ્યા હતા. પણ 2009માં તે ચુંટણી નહીં લડે. તેથી સંસદની ચર્ચામાં સરકારને સાણસામાં લેતા કોમરેડ જોવા મળશે નહીં. તો ફર્નાન્ડિઝને પાર્ટીએ ટીકિટ આપી નથી. મજૂર નેતા તરીકે કારકીર્દી શરૂ કરનાર ફર્નાન્ડીઝે મુંબઈથી ચુંટણી લડવાની શરૂઆત કરીને છેલ્લે બિહારમાંથી ચુંટણી જીત્યા છે. તે આઠ વખત સાંસદ રહી ચુક્યા છે.

આ ઉપરાંત ગત એક વર્ષમાં ઘણાં સીનીયર નેતાઓનાં દેહાંત થવાથી તેમનું સ્થાન પણ ખાલી રહેશે. જેમાં પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો સમાવેશ થાય છે. તેમણે પણ 1977માં પોતાની કારકીર્દી શરૂ કરીને ભારતીય રાજકારણમાં પોતાનો અલગ ચોકો ઉભો કર્યો હતો. તે ફક્ત 1984માં તો પશ્ચિમ બંગાળનાં છ વખતથી સાંસદ એવા વરિષ્ઠ કોંગ્રેસી અબ્દુલ ગની ખાન ચૌધરીનું પણ નિધન થવાથી કોંગ્રેસ માટે બંગાળમાં બીજો નેતા શોધવો મુશ્કેલ બનશે.

એકબીજાનાં વિરોધી પણ દેશહિતમાં આગળ રહેતાં આ નેતાઓ નવી લોકસભામાં જોવા મળશે નહીં. આજે જ્યારે દેશમાં યુવા નેતાઓની કતાર લાગી છે. ત્યારે એટલી જ આશા રાખી શકાય કે યુવા નેતાઓ ઈતિહાસનાં નેતાઓ પાસેથી કંઈક પ્રેરણા લે.