ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ભુવનેશ્વર , સોમવાર, 1 સપ્ટેમ્બર 2008 (17:45 IST)

શંકાની સોય ખ્રિસ્તી મિશનરી પર

નક્સલીઓ હત્યા કરી હોવાથી ઈન્કાર કર્યો

વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા લક્ષ્મણાનંદની ઘાતકી હત્યા નક્સલીઓએ કરી હોવાનો ઈન્કાર કરી દેતાં, ખ્રિસ્તી મિશનરી પર શંકાનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. તેમજ ઓરીસ્સાનાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધુ હિંસા ભડકવાની શક્યતા છે.

હિંસાગ્રસ્ત કંધમાલની આસપાસ નક્સલવાદીઓએ ઘણા બધા વિસ્તારમાં પોસ્ટર લગાવી દીધા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હત્યામાં તેમનો હાથ નથી.અલબત્ત સ્થાનિક ઓરિયા અખબારે જણાવ્યું છે કે કથિત સંગઠનનાં જાતે બની બેઠેલા લીડર આઝાદની સૂચનાથી સ્વામી લક્ષ્મણાનંદની હત્યા નક્સવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. પણ હત્યા સાથે સંકળાયેલા એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બધી વાતો તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

તો અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદે લક્ષ્મણાનંદ સરસ્વતી અને વિહિપનાં નેતા પ્રવિણ તોગડીયાને ગયા વર્ષે ચર્ચ અને ખ્રિસ્તી મિશનરીઓ પર થયેલા હુમલા માટે દોષિત ગણવામાં આવ્યા હતાં. અને, સ્વામી હત્યા તેનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે,તેમ જણાવ્યું હતું. પણ અખબારમાં પ્રકાશિત થતાં પહેલા નક્સલી સંગઠનો પોસ્ટરો બનાવી દીધા હતાં. જેમાં સ્વામીની હત્યામાં સામેલ હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. સ્થાનિક સાંપ્રદાયિક હિંસામાં કોઈ પ્રકારની ભૂમિકા હોવાનો પણ માઓવાદીઓએ ઈન્કાર કર્યો છે.

સ્વામી લક્ષ્મણાનંદ માઓવાદી સંગઠનોની સરખામણીમાં ખ્રિસ્તી મિશનરીઓ માટે અડચણરૂપ હતાં. કારણ કે તે ધર્માતરણમાં આડે આવતાં હતાં. તેથી તેમને નિશાન બનાવવામાં આવ્યાં છે. આ અગાઉ ડઝન જેટલા તેમની ઉપર હુમલા થઈ ચુક્યાં છે.

રાજ્યનાં પોલીસ સુત્રો સ્પષ્ટપણે માને છે કે માઓવાદી બુરખા પહેરીને હુમલો કરતાં નથી. જ્યારે સ્વામીનાં મામલામાં આ રીતે હુમલો કરવામાં આવ્યો છે.