ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ : , શનિવાર, 5 એપ્રિલ 2014 (11:34 IST)

શક્તિ મીલ ગેંગ રેપ : આરોપીઓને ફાંસીની સજા

W.D
શક્તિ મીલ ગેંગ રેપ મામલે સેશન્સ કોર્ટે આજે ત્રણ કોમન આરોપી વિજય જાધવ, કાસીમ શેખ અને સલીમ અન્સારીને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (ઈ) હેઠળ દોષીતોને ફાંસીની સજા આપી છે.જ્યારે ચોથા દોષી એમ.અશફાક શેખને કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. નોંધનીય છેકે આ ચુકાદામાં ધારા 376(ઈ)નો પહેલી વખત ઉપયોગ થવા પામ્યો છે.

ઉલ્લેખનીય છેકે ગત વર્ષે 31 જુલાઈના રોજ ટેલિફોન ઓપરેટર યુવતી સાથે સામુહિક બળાત્કાર કર્યા પછી તે જ દોષિતોએ થોડા દિવસ પછી જ 22 ઓગસ્ટના રોજ 22 વર્ષની ફોટો જર્નાલીસ્ટ સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. જે કારણોસર સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દ્રારા અરજી કરવામાં આવી હતી જેમાં દોષિતો પર કલમ 376 (ઈ) લાગુ કરવાની અપીલ કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટ મંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છેકે મહિલા ફોટો જર્નાલિસ્ટ સાથે થયેલા સામુહિક બળાત્કારમાં પીડિતાએ આરોપીઓને સખતમાં સખત સજા સંભળાવવાની માંગણી કરી કરી હતી. જેમાં પીડિતાએ દોષિતોને ફાંસી અથવા તેમના હાથ-પગ કાપી દેવાની માંગણી કરી હતી.

નોંધનીય છેકે શક્તિ મીલ ખાતે ટેલિફોન ઓપરેટર તેમજ ફોટો જર્નાલીસ્ટ સાથે થયેલા બન્ને ગેંગ રેપમાં પાંચ દોષીતોને આજીવન કારાવાસની સજા મળેલી છે. જેમાંથી આ ત્રણ શખ્સો બન્ને રેપ કેસમાં દોષીતો ઠરેલા છે. જેથી તેમની ઉપર 376 (ઈ)ની કલમ હેઠળ સજા સંભાળવાની માંગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજૂર રાખ્યું હતું અને આજે કોર્ટે સજા સંભળાવી છે.