શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2013 (10:13 IST)

શત્રુધ્ન સિન્હાએ શુ કહ્યુ અને કેમ કહ્યુ... ?

P.R
એક દિવસ પહેલા સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અડવાણીને સુપ્રીમ લીડર બતાવ્યા હતા. બિહારમાં આમ પણ ઘણા વિધાયકો બાગી બન્યા છે. પાર્ટીમાં તૂટની આશંકા બતાવાય રહી છે. આવામાં પટના સાહિબના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પણ મોદી વિરુદ્ધ બગાવતનો ઝંડો લહેરાવી દીધો છે.

શત્રુધ્નએ મંગળવારે કહ્યુ કે 'આજે પાર્ટીમાં અડવાણી, જસવંત સિંહ, યશવંત સિન્હા, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી જેવા વરિષ્ઠ અને કાબેલ નેતાઓને બાજુ પર મુકવામાં આવી રહ્યા છે. તેમણે ચેતાવ્યા હતા કે એવુ ન બને કે કોઈ પોતીકું જ પાર્ટી વિરુદ્ધ ગોલ કરી દે. આ સાથે સિન્હાએ બિહારને નવી ઓળખ અપાવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારના વખાણ કર્યા.

અડવાણીએ જ બે થી 200 સુધી પહોંચાડ્યા : શત્રુધ્નએ કહ્યુ છે કે મોદી તેમના મિત્ર છે. તેઓ લોકપ્રિય નેતા છે અને તેમને પસંદ પણ છે. પણ જ્યા સુધી પ્રધાનમંત્રી પદની વાત છે તો અડવાણી સૌથી કદાવર અને અનુભવે નેતા છે. તેમને જ ભાજપાને બે થી 200 સાંસદોવાળી પાર્ટીનુ નિર્માણ કર્યુ છે.

મારી પાસે પદ નથી કદ છે. : સિન્હાએ કહ્યુ કે 'મે ક્યારેય મારે માટે પદ નથી માંગ્યુ. આજે પણ મારી પાસે પદ નથી, પણ કદ છે.' અડવાણીને પોતાની પ્રથમ પસંદગી બતાવતા શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે 'અમારા બધાની ઈચ્છા છે કે જે પણ પ્રધાનમંત્રી બને, લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ અને સહયોગથી બને.'

નમોના સ્મૃતિગાન કરી રહ્યા છે સુમો : સુશીલ મોદી દ્વારા નરેન્દ્ર મોદીના વખાણ કરવા બાબત પૂછતા સિન્હાએ કહ્યુ કે સુમો (સુશીલ મોદી) નમો (નરેન્દ્ર મોદી) માટે સ્તુતિગાન કરી રહ્યા છે. તેમની કોઈ રાજનીતિક મજબૂરી હોઈ શકે છે. આ સાથે જ તેમણે ચેતાવ્યા કે ક્યાક એવી સ્થિતિ ન બની જાય કે નિકટ લાગતુ દિલ્હી દૂર જતુ રહે.


શાહનવાજે આપ્યા કાર્યવાહી સંકેત : શત્રુધ્ન સિન્હાના બગાવતી તેવર પર તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. ભાજપા પ્રવકતા શાહનવાજ હુસૈને આના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ હાલ અમેરિકાની મુલાકાતે છે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ સિન્હાના નિવેદનો પર પોતાની પ્રતિક્રિયા આપશ. આ દરમિયાન જદયૂ નેતા કેસી ત્યાગીએ સિન્હાના નિવેદનોનુ સ્વાગત કર્યુ છે.

શત્રુધ્નના તેવરના કારણો : 1 પટના સાહિબમાં સિન્હા વિરુદ્ધ વિરોધ યાદ છે...
2. ભાજપા લોકસભા ચુંટણીમાં સિન્હાની ટીકિટ કાપી શકે છે
3. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીપી ઠાકુરને ટીકિટ આપવાના સંકેત
4. શત્રુધ્ન સિન્હા જદયૂમાં જવાની તૈયારી કરી શકે છે
5. સાંસદોના બાગી તેવરમાં વિરોધને મહત્વ પણ મળશે.