મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

શહીદ કરકરેના મોતની તપાસ નહી થાય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણે આજે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેના મોત અંગે કોઈપણ તપાસ કરવાની ના કહી દીધી હતી.

કામા ોસ્પિટલની બહાર આતંકવાદીઓ સાથેની અથડામણમાં કરકરે શહીદ થયા હતાં. તેમના મોતના મામલે તપાસ કરવાની કોઈ જરૂર નથી.પોલીસ અહેવાલ મામલે અમે કટીબદ્ધ છીએ. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે હોબાળો થયા બાદ મુખ્યમંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યુ હતું.

શિવસેના અને ભાજપના ધારાસભ્યોએ આ મામલો છેડીને ભારે ધમાલ મચાવી હતી. ભાજપે અંતુલે સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાજપે એવી પણ ટીપ્પણી કરી હતી કે અંતુલે પાકિસ્તાનના ઈશારા પર ચાલે છે. જેની સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. જ્યારે કોંગ્રેસે પણ અંતુલેના આ નિવેદનથી પોતાનો છેડો ફાડી લીધો હતો.