શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ઈન્દોર , શનિવાર, 20 સપ્ટેમ્બર 2008 (17:58 IST)

શહીદ શર્માનો દેહ પંચમહાભૂતમાં વિલીન

પરિવાર જ નહિં દેશને પણ ખોટ

આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા દિલ્લી પોલીસનાં જાંબાઝ પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ્ર શર્માનાં પાર્થિવ દેહ નિગમ બોધ ખાતે સાંજે સાડા ચાર વાગ્યે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. ઈન્સ્પેકટર શર્મા પોલીસ માટે પોલીસ માટે મિસાલરૂપ હતા. તેમનાં અંતિમદર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

શહીદ શર્માનાં પાર્થિવ શરીરને પુરાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના પરિવારનાં સભ્યો સહિત દિલ્હી પોલીસનાં જવાનો તેમજ મુખ્યમંત્રી શીલા દિક્ષિત સહિત મોટીસંખ્યામાં રાજકીય વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.

પોતાની 19 વર્ષની પોલીસની નોકરીમાં મોહનચંદ્ર શર્માએ 35 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. શુક્રવારે પણ તેઓ જામીયાનગરમાં એક એન્કાઉન્ટર કરવા ગયા હતાં. જ્યાં તેમનાં શરીરને ચાર ગોળીઓ વાગી હતી. જેમનું મોડી સાંજે મોત થયું હતું.

શર્મા આતંકવાદ વિરોધી ટીમનાં વરિષ્ઠ અધિકારી હતાં. તેમણે દિલ્હીની સાથે જમ્મુ કાશ્મીરમાં પણ આતંકવાદી સાથે એન્કાઉન્ટર કર્યું છે. તેમણે 75 જેટલાં એન્કાઉન્ટરમાં 35 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તો લશ્કરે તોયબાનાં ચીફ અબુ હમજાને પણ મારવામાં મોહનચંદ્ર શર્મા સૌથી આગળ હતાં. તેમની બહાદુરીને કારણે તેમણે દિલ્હીને કેટલીયવાર બચાવી છે.તો 40 જેટલાં ક્રીમીનલ આરોપીઓને ઠાર માર્યા હતાં. તેમને તેમની બહાદુરી માટે સાત રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતા.