ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 19 જૂન 2009 (08:36 IST)

શાહરૂખ વિરુદ્ધ એફઆઈઆર દાખલ

એક પત્રિકાને આપેલી મુલાકાતમાં ઈસ્લામ અને પેગંબર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા પર ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે આ માહિતી આપી છે.

તેમણે જણાવ્યું કે એક વકીલે મુસ્લિમોની ભાવનાને હાનિ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ, પત્રિકાના પ્રકાશક અને લેખક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોતાની ફરિયાદમાં ખાલિદ બાબૂ કુરેશીએ કહ્યું કે ટાઈમ એંડ સ્ટાઈલ મેગેજીનના જુલાઈના અંકમાં છપાયેલા શાહરૂખના ઈંટરવ્યૂમાં પૈંગબર અને ઈસ્લામ વિરુદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. જેને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર ન કરી શકાય.

બીજી બાજુ શાહરૂખે આ આરોપોનું ખંડન કરતા જણાવ્યું છે કે હું ઈસ્લામને માનું છું. એટલા માટે પૈંગબરથી મહત્વપૂર્ણ મારા માટે બીજુ કોઈ પણ ન હોય શકે. પત્રિકાએ મારી વાતોને ખોટી રીતે રજૂ કરી છે. પોલીસે આઈપીસીની ધારા 295-એ [ધાર્મિક ભાવનાઓંને જાણી જોઈને ભડકાવવી અથવા કોઈની ધાર્મિક ભાવનાને હાનિ પહોંચાડવી અને ધારા 34 હેઠળ રિપોર્ટ દાખલ કર્યો છે.