બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

શાહરૂખના પિતા સ્વતંત્રતા સેનાની હતા

IFM
સ્વતંત્રતા સેનાની ત્રિલોચન સિંહ(83)નુ કહેવુ છે કે શિવસેનાને આ કહેવાનો અધિકાર નથી કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ કારણ શાહરૂખના પિતા તાજ મોહમ્મદ મીર સ્વતંત્રતા સેનાની હતા.

સિંહે કહ્યુ કે તાજ મોહમ્મદે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો અને ભાગલા દરમિયાન પેશાવર જવાને બદલે દિલ્લીમાં રહેવુ વધુ પસંદ કર્યુ. તેમને કહ્યુ કે આ વિડંબના અને દુ:ખની વાત છે કે જે શિવસેનાએ આઝાદીની લડત માટે કશુ જ ન કર્યુ તે શાહરૂખને જવા માટે કહી રહ્યા છે.

સિંહે કહ્યુ કે આ મહત્વપૂર્ણ છે કે અમે હિંદુ હતા તેથી અમે પાકિસ્તાનને છોડ્યુ પરંતુ અહી એક મુસ્લિમ પણ હતા, જેમને ભારતને પસંદ કર્યુ. શિવસેના શાહરૂખને પાકિસ્તાન જવા માટે કેવી રીતે કહી શકે છે, જેના પૂરા પરિવારે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.

સિંહે કહ્યુ કે હુ અને તાજ મોહમ્મદ પેશાવરના છીએ. અમે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો. તાજ મોહમ્મદના મોટા ભાઈ ગુલામ મોહમ્મદ ગામા પણ સ્વતંત્રતા સેનાની હતા.