બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 6 મે 2009 (15:14 IST)

શાહરૂખનાં ગાર્ડને ઉમ્રકેદ

સેશન્સ કોર્ટે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનાં ઘર પર તૈનાત ખાનગી બોડી ગાર્ડને તેના સહયોગીની હત્યા બદલ ઉમ્રકેદની સજા ફટકારી છે.

આરોપી યતેન્દ્ર ચૌહાણ(ઉ.વ. 31)એ 14 ઓગસ્ટ 2006નાં રોજ શાહરૂખનાં ઘરની બહાર પોતાની સહયોગી ચંદ્રપ્રતાપસિંહની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સિંહે ચૌહાણની બંદૂકને લઈને તેની મજાક કરી હતી. તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં યતેન્દ્રે ગોળી ચંદ્રપ્રતાપની ગોળી મારીને હત્યા કરી હતી.

આ સમયે શાહરૂખખાન પણ ઘરની અંદર હાજર હતો. આ કર્મચારીઓ ટોપ્સ સિક્યોરીટીનાં હતા. તેમજ તેની પાસે હથિયારનું લાયસન્સ પણ છે.

બચાવ પક્ષનાં વકીલે દલીલ કરી હતી કે આરોપી પાસે લાયસન્સ છે. અને, તેને ગોળી મારવાનું પરિણામ પણ ખબર છે. તેણે ભાવાવેશમાં આવીને હત્યા કરી છે. પણ કોર્ટે યતેન્દ્રને ઉમ્રકેદની સજા ફટકારી હતી.