મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોઠાગુડમ મેડક , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (20:32 IST)

શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા - સોનિયા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગામી લોકસભા તથા કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ કરતાં કહ્યું કે, તેમની પાર્ટી દેશમાં સૌને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પુરી પાડવાના સ્વપ્ન સાથે કામ કરી રહી છે.

આંધ્ર પ્રદેશના ખમ્મમ જિલ્લાના કોઠગુડમમાં એક જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કેસ રાજ્યની કોંગ્રેસ સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળમાં ગરીબો માટે કામ કરી આપેલા વચનો પુરા કર્યા છે.

સોનિયાજીએ કહ્યું કે, તેમની પાર્ટી સૌને શિક્ષણ, સ્વાસ્થ્ય તથા સુરક્ષા આપવાના પોતાના સ્વપ્નને પુરા કરવા જઇ રહી છે. અહીં તેમણે વિપક્ષી પાર્ટીઓને પોતાના ભાષણમાં નિશાન બનાવ્યા ન હતા.