મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શુક્રવાર, 13 માર્ચ 2009 (11:42 IST)

શિવસેના-ભાજપા ગઠબંધનમાં મતભેદ દૂર

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપા લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે, કારણ કે સીટોના ભાગલા અને ચૂંટણી લડવા માટે ચૂંટની ક્ષેત્રોની અદલા-બદલીને લઈને ભગવા દળોમાં પરસ્પર મતભેદ ઉકેલી લીધા છે.

ભાજપા સૂત્રોએ કહ્યુ કે પાર્ટી આ વખતે 26 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે કે શિવસેના વર્ષ 2004ની જ બેઝ પર 22 ચૂંટણી ક્ષેત્રોમાં પોતાના ઉમેદવાર ઉતારશે.

સૂત્રોએ કહ્યુ એક બધા મુદ્દા ઉકેલાઈ ગયા છે અને આ વિશે આજે ઔપચારિક જાહેરાત થવાની શક્યતા છે.

ભાજપા અને શિવસેનાના પ્રદેશના વરિષ્ઠ નેતાઓની વચ્ચે ગુરૂવારે એક બેઠક થઈ, જે લગભગ અડધી રાતે પૂરી થઈ. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શિવસેના મુંબઈ, દક્ષિણ, વાશિમ, યવતમાલ અને કલ્યાણ સીટથી ચૂંટણી લડશે, જ્યારે કે ભાજપા ભિવડી અને જલગાઁવ સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.