શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચંડીગઢ , શનિવાર, 19 જુલાઈ 2008 (10:02 IST)

શીખ અને સચ્ચા સોદા વચ્ચે ઘર્ષણ: 1નું મોત

શિખોના એક સમુહ અને સચ્ચા સોદાના સમર્થકોની વચ્ચે થયેલ ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત અને 30ના ઘાયલ થયા બાદ હરિયાણાના સરસા જીલ્લાની અંદર ડબવાલી ગામમાં ગઈ કાલે કરફ્યું લગાવી દેવામાં આવ્યો હતો.

આજે મોડી રાત્રે ડબવાલીથી 25 કી.મી. દૂર ગુકાનવાલી ગામની અંદર શિખોએ ડેરાની સાથે જોડાયેલ એક આશ્રમ પર હુમલો કરી દિધો હતો અને તેની અંદર આગ લગાવી દિધી હતી. ગામની અંદર અર્ધસૈનિક દળોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં.

જીલ્લા ઉપાયુક્ત ઉમાશંકરે જણાવ્યું હતું કે સમુહની સાથે જોડાયેલ વ્યક્તિ અથડામણ દરમિયાન જમીન પર પડી જવાથી પથ્થરમારામાં મૃત્યું પામ્યો હતો.

આ ઘટના બાદ હિંસા વધારે ભડકી ગઈ હતી અને તેમણે ડબલાવીની અંદર 30 દુકાનોને ક્ષતિગ્રસ્ત કરી દિધી હતી અને બે દુકાનોની અંદર આગ ચાંપી દિધી હતી.

આ ઘટના બાદ આખા જીલ્લાની અંદર તણાવપુર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને પંજાબ તેમજ હરિયાણા સિવાય ઘણી જગ્યાએ હાઈ એલર્ટ દેવાયો હતો.