બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

શું ગાંધીજી કોઇ અવતાર તો નહોતાને?

ગાંધીજી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેની સામ્યતાઓ

P.R


ગાંધીજી, જેમને એક સર્વે અનુસાર વિશ્વનાં સૌથી સફળ તથા ખ્યાતનામ વ્યક્તિ ગણવામાં આવે છે. કારણકે દુનીયાના કોઇપણ દેશના શહેરમાં તેમના નામનું કઇક તો હશે જ (કોઇ એરિયાનુ નામ, બિલ્ડીંગનુ નામ, રોડનુ નામ, કોઇ પુતળૂ, કે બીજુ એના જેવુ કઈપણ…) જે સૌથી વધારે ખ્યાતનામ તથા સફળતા કહેવાય….!!

ગાંધીજી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેની સામ્યતાઓ જોઇએ.

શ્રી કૃષ્ણ ના ઘણા બધા નામો માંથી એક “મોહન” અને ગાંધીજીનું નામ “મોહન”.

શ્રી કૃષ્ણ નો જન્મ થયો યમુના નદીના કિનારે, શરીર છોડ્યુ ગુજરાતનાં સૌરાસ્ટ્રમાં. ગાંધીજીનો જન્મ પોરબંદર(સૌરાસ્ટ્ર), શરીર છોડ્યુ યમુના તટ પર.

શ્રી કૃષ્ણ પિતામ્બર ધારણ કરતા, ગાંધીજી ખાદી..

શ્રી કૃષ્ણ પાસે એક ચક્ર હતું જે “સુદર્શન ચક્ર”, ગાંધીજી પાસે પણ એક ચક્ર હતુ, એમનો “ચરખો”…

શ્રી કૃષ્ણ બાળપણમાં માખણ ચોરતા હતા જે પોતાના માટે નહી પણ મિત્રો માટે ચોરતા, ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો, જે પોતાના માટે નહી પણ લોકો માટે…

શ્રી કૃષ્ણે મહાભારતમાં કોઇ શસ્ત્ર ઉઠાયા નહી તો પણ જીત્યા, ગાંધીજીએ પણ આઝાદી માટે કોઇ શસ્ત્ર વગર અહીંસાને અપનાવ્યો અને જીત્યા…

શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જતા હતા, ગાંધીજીએ પણ ગૌસેવા પર વાતો લખી છે..

શ્રી કૃષ્ણ હંમેશા સત્ય તથા ધર્મના માર્ગ પર ચાલ્યા, ગાંધીજી પણ હંમેશા સત્ય તથા ધર્મના માર્ગ પર ચાલ્યા તથા લોકોને સત્ય-ધર્મ માં ચાલવાનુ શીખવતા..

શ્રી કૃષ્ણ નુ મૃત્યુ બાણ વાગવાથી થયુ, ગાંધીજીનુ મૃત્યુ ગોળી વાગવાથી થયુ..

શ્રી કૃષ્ણ મહાભારતનુ યુધ્ધ જીતાડ્યા બાદ પોતે ગાદીપર નથી બેઠા, ગાંધીજી આઝાદી અપાવ્યા બાદ વડાપ્રધાન નથી બન્યા..