શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વારાણસી , મંગળવાર, 20 જાન્યુઆરી 2009 (09:54 IST)

શેખાવતે કશુ ખોટુ નથી કહ્યુ - ગોવિંદાચાર્ય

જાણીતા વિચારક અને ભાજપાના પૂર્વ મહાસચિવ કે એન ગોવિંદાચાર્યએ કહ્યુ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતે આગામી લોકસભા ચૂંટણી લડવાની વાત કરીને કશું ખોટું નથી કહ્યુ.

તેમણે જણાવ્યુ કે લગભગ છ મહિના પહેલા જ શેખાવતે તેને આ વાત પર દુ:ખ વ્યક્ત કર્યુ હતુ કે ભારતીય રાજનીતિમાં ભ્રષ્ટાચાર ખરાબ રીતે ફેલાઈ ગયો છે અને તેને દૂર કરવાન માટે તે પોતે રાજનીતિમાં પાછા ફરવાનું મન બનાવી રહ્યા છે.

તેમણે પ્રશ્ન કર્યો કે જો શેખાવત ભ્રષ્ટાચાર મટાડવા માટે લોકસભા ચૂંટણીના માધ્યમથી દેશની રાજનીતિમાં પાછા ફરવા માંગે છે તેઓ શુ ખોટું છે.

તેમણે આરોપ લગાવ્યો કે વાસ્તવમાં બધા રાજનીતિક દળ ભ્રષ્ટાચારના બાબતે એક જેવો જ છે અને તેથી તે શેખાવત જેવા લોકોને આગળ નથી આવવા દેવા માંગતા.