ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2014 (13:09 IST)

સંસદમાં સ્પ્રે છાંટતા સાંસદોની હાલત બગડી

.
P.R
તેલંગાના બિલ પર બવાલ વધતી જ જઈ રહી છે. સંસદના બંને સદનમાં તેલંગાના બિલ પર ખૂબ હંગામો મચ્યો. આજે લોકસભામાં આવી શરમજનક ઘટના થઈ જે આજસુધી ક્યારેય નથી થઈ. લોકસભાની અંદર કોંગ્રેસના બરખાસ્ત સાંસદ રાજગોપાલે પોતાના ખિસ્સામાંથી એક સ્પ્રે કાઢ્યુ અને ચારેબાજુ સ્પ્રે કરવુ શરૂ કર્યુ, જ્યારબાદ બધા સાંસદોને ખાંસી આવવા માંડી,

સંસદના શિયાળુ સત્રના બીજા તબક્કામાં તેલંગાણા બિલે ભારે હોબાળો મચાવ્યો છે. 5મી ફેબ્રુઆરીથી શરૂ થયેલ સંસદ સત્રમાં તેલંગાણા બિલને કારણે અનેક સંસદીય કામકાજ ખોરંભે ચઢી ગયા છે.લોકસભા અને રાજ્યસભામાં તેલંગાણા બિલ સંદર્ભે હોબાળો મચી જતાં પ્રથમ વખતે 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તેલંગાણા બિલ મુદ્દે સાંસદોનો વિરોધ ચરમસીમાએ પહોંચી જતાં લોકસભા અને રાજ્યસભાને બીજી વખત બે વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

આજે લોકસભામાં તેલંગાણા બિલ રજૂ કરાયું તે સાથે જ ગૃહમંત્રીના હાથમાંથી આ બિલને છીનવી લેવાની કોશિષ કરવામાં આવી. આ ઉપરાંત લોકસભામાં સ્પીકરની માઈકનો વાયર ખેંચી લેવામાં આવ્યો. અને લોકસભામાં પહેલી વખતે જે ક્યારેય બન્યું નથી તે પ્રકારે કામગીરીને સ્થગિત કરવાની કોશિષ થઈ . જેમાં સાંસદ રાજ ગોપાલ દ્રારા મિર્ચ પાવડર ફેંકાયો. જે કારણોસર લોકસભામાં અનેક સાંસદોની તબિતય લથડી પડી. મિર્ચ પાવડર ફેંકવાની સાથે જ અનેક સાંસદો લોકસભાની બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત બિલની કોપી પર સ્પ્રે કરાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અનેક સાંસદોની તબિયત લથડતાં એમ્બ્યુલન્સ બોલાવાની ફરજ પડી હતી.