શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2013 (12:09 IST)

સત્ય સામે આવશે, આસારામે આરોપોનો કર્યો ઈંકાર

P.R
આસારામ બાપૂએ એક કિશોરીના યૌન ઉત્પીડનના લાગી રહેલ આરોપો પર કહ્યુ કે સત્ય સામે આવશે અને હું ચિંતિત નથી. કારણ કે પહેલા હુ આનાથી પણ વધુ આરોપોનો સામનો કરી ચુક્યો છુ. આ પહેલા રાજસ્થન પોલીસે આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂને એક કિશોરીના યૌન ઉત્પીડન બાબતે પૂછપરછ માટે મંગળવારે તેમના ઈન્દોર સ્થિત આશ્રમમાં વ્યક્તિગત રૂપે નોટિસ પકડાવી. આસારામ બાપૂ વિરુદ્ધ એક અઠવાડિયા પહેલા એક 16 વર્ષીય યુવતીના યૌન ઉત્પીડનનો કેસ નોંધાયો છે.

એક ન્યુઝ ચેનપ પર આપેલ ઈંટરવ્યુ મુજબ આસારામે કહ્યુ, 'કિશોરીના માતા-પિતા બહાર બેસ્યા હતા. જ્યારે તેણે (પીડિતા) ચીસો પાડી હશે ત્યારે તેના માતા-પિતાએ શુ નહી સાંભળી હોય ? એવુ કહેવાય છે કે મેં દોઢ કલાક સુધી તેનુ મોઢું દબાવી રાખ્યુ.'

તેમણે કહ્યુ કે ઘટના પછી યુવતી ત્યાંથી ગઈ અને ત્યા હાજર પોતાની બહેનપણીઓને મળી અને તેમાંથી કોઈને પણ કશુ નહી કહ્યુ. આસારામે કહ્યુ, 'તેણે પોતાની બહેનપણીઓને કશુ નહી કહ્યુ. હુ તેની બહેનપણીઓને સામે લાવી શકુ છુ.' આસારામ બાપૂએ કિશોરી બાળાને એકાંતમાં મળવાની વાતથી ઈંકાર કર્યો. તેમણે કહ્યુ હુ યુવતીને નથી મળ્યો. હુ દરેકને મળુ છુ, પણ એ યુવતી જે કહી રહી છે તે ખોટુ છે. તેમણે કહ્યુ કે 'સત્ય સામે અવશે અને હું ચિંતિત નથી, કારણ કે આ પહેલા પણ આનાથી પણ ખરાબ આરોપોનો સામનો કરી ચુક્યો છુ.' આસારામે કહ્યુ, 'હુ અગ્રિમ જમાનત નહી લઉ, પણ એ બધુ મારા અનુયાયિઓ પર નિર્ભર કરે છે.'

ગઈકાલે પોલીસના એક દળે આસારામના સમર્થકો સાથે આઠ કલાક સુધીના પ્રયત્નો પછી વ્યક્તિગત રૂપે તેમને નોટિસ આપી.