ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 8 જાન્યુઆરી 2014 (15:18 IST)

સમય અને સ્થળ બતાવી દેજો હુ જાતે માર ખાવા આવી જઈશ - કેજરીવાલ

P.R
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાઝિયાબાદમાં આમ આદમી પાર્ટીના ઓફિસ પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે જો મને મારવાથી કાશ્મીર મુદ્દો હલ થઈ શકતો હોય તો સમય અને સ્થળ બતાવી દેજો હુ માર ખાવા આવી જઈશ.

યૂપીના ગાઝિયાબાદમાં પાર્ટી ઓફિસ પર થયેલ હુમલાને દુ:ખદ બતાવતા કેજરીવાલે કહ્યુ, 'અમે આ ઘટનાની ખૂબ જ નિંદા કરીએ છીએ. છેવટે હુમલો કરનારા શુ ઈચ્છે છે ? ભગવાનનુ નામ લેતા આવો હુમલો કરવો આશ્ચર્યજનક છે હું પણ હિન્દુ છુ, ભગવાન ક્યારેય નહી ઈચ્છતા હોય કે તેમના નામે આ રીતે કોઈના ઘર કે ઓફિસમાં ઘુસીને હુમલો કરો.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રશાંત ભૂષણના નિવેદન પર ખોટી રાજનીતિ થઈ રહી છે. તેમણે કહ્યુ, 'જો પ્રશાંત ભૂષણ કે મને મારવાથી કાશ્મીર સમસ્યાનું સમાઘાન થઈ શકે છે તો સ્થળ અને સમય બતાવી દો, હુ ત્યા આવી જઈશ. તેમણે કહ્યુ કે અમારા મનમાં બદલાની ભાવના નથી.

પ્રશાંત ભૂષણના નિવેદનને લઈને તેમણે ફરી એકવાર હાથ ખંખેર્યા. કેજરીવાલે કહ્યુ, 'કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે. ક્યા સેનાની ગોઠવણ કરવાની છે અને ક્યા નહી એ આંતરિક સુરક્ષાનો મુદ્દો છે. તેમા સરકારને ગોઠવણી કરવાનો અધિકાર છે, પણ જનભાવનાઓનું પણ સન્માન થવુ જોઈએ.