શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 8 સપ્ટેમ્બર 2008 (12:06 IST)

સરકાર જમીન સંપાદન કરી શકે છે !

સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક તથા વિશેષ આર્થિક ક્ષેત્ર માટે ખેતીની જમીનના સંપાદન ઉપર ચાલી રહેલ વિવાદ વચ્ચે કહ્યું છે કે, વિશેષ સત્તાના રૂપમાં સરકાર આવા સાર્વજનિક ઉપયોગ માટે જમીન સંપાદિત કરી શકે છે.

ન્યાયમૂર્તિ સી.કે. ઠક્કર અને ન્યાયમૂર્તિ ડી.કે.જૈનની બેન્ચે કહ્યું છે કે, સાર્વજનિક ઉપયોગ માટે ઔદ્યોગિક અને આવા અન્ય પાયાના વિકાસ નાગરિકોના ભલા માટે હોય છે.

બેન્ચે હૈદરાબાદ શહેરથી જોડાયેલા રંગારેડ્ડી જિલ્લામાં આધ્રપ્રદેશ સરકાર દ્વારા કૃર્ષિ અને અન્ય જમીનના સંપાદનને માન્ય રાખતાં આ ચુકાદો આપ્યો હતો.

આ સંપાદનને યોગ્ય રાખતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 1984માં જમીન સંપાદન અંતર્ગત વિશેષ અધિકારથી સરકાર પાસે એક વિશેષ સત્તા છે અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય વળતર આપી તે જમીન સંપાદન કરવા સત્તાધીશ છે.