શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: દિલ્હી , બુધવાર, 22 મે 2013 (16:38 IST)

સરકારે પાર્ટી કરવાને બદલે દેશની માફી માંગવી જોઈએ - બીજેપી

PTI
:

આજે 22 મેના રોજ યુપીએ-2 સરકારને ચાર વર્ષ પૂરા થયા હોવાથી સરકાર તરફથી આજે એક ઉજવણી રૂપે સાંજે ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના સંદર્ભે મુખ્ય વિપક્ષ ભાજપે સરકાર પર હલ્લાબોલ કરતાં જણાવ્યું કે સરકારે દેશને જે ઉદાસી, નિરાશા અને નકારાત્મકતાના વાતાવરણમાં ધકેલી દીધો છે તેવા સંજોગોમાં ઉજવણી કરવાને બદલે તેઓએ દેશની માફી માંગવી જોઇએ.

લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુપીએ માટે સંતોષનું કારણ એટલું જ છે કે તેઓ ચાર વર્ષ સત્તામાં પુરા કર્યા છે. જો કે ઇતિહાસ સત્તામાં રહેવાના વર્ષોને આધારે પોતાનો નિર્ણય નહી કરે. પરંતુ દેશને જે નુકસાન કર્યું છે તેને જોઇને નિર્ણય કરશે. કોઇની ઓળખાણ તેણે કેટલાં વર્ષ જીવન વિતાવ્યું તેના પરથી નથી થતી પરંતુ તેણે શું કર્યું તેના પરથી થતી હોય છે.

રાજ્યસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલીએ જણાવ્યું કે આ સરકારની એક જ સિદ્ધિ છે કે તેઓએ સીબીઆઇનો દુરૂપયોગ કરીને ચાર વર્ષ પુરાં કર્યા. જો એસપી અને બીએસપીએ બહારથી સમર્થન ન આપ્યું હોત તો આ સરકાર હોત જ નહી.