ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 29 ઑક્ટોબર 2014 (11:53 IST)

સરકારે સોંપ્યુ 627 વિદેશી ખાતાધારકોનુ લિસ્ટ.. બર્મનના એકાઉંટમાં 18 કરોડ

કાળા નાણા બાબતે કેન્દ્ર સરકારે બુધવારે વિદેશી ખાતાધારકોની આખી લિસ્ટ સીલબંધ કવરમાં સુર્પીમ કોર્ટને સોંપી દીધી. એવુ કહેવાય રહ્યુ છે કે આ લિસ્ટમાં 627 લોકોન નામ છે.  તેના પહેલા કોર્ટે સરકારની 27 ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટમાં ત્રણ વેપારીઓના નામ બતાવ્યા હતો. જેમા ડાબર સમૂહના પૂર્વ નિદેશક પ્રદીપ બર્મનનો પણ સમાવેશ હતો. હવે બર્મનને લઈને એક હિંદી ન્યુઝ ચેનલે દસ્તાવેજોના હવાલાથી અનેક ખુલાસા કર્યા છે. ચેનલનુ કહેવુ છેકે બર્મનન સ્વિસ બેંક એકાઉંટમાં 18 કરોડ રૂપિયા છે અને તેમણે પોતાના ખાતાની માહિતી ઈનકમ ટેક્સ દ્વારા છિપાઈ હતી. એ પણ જાણ થઈ છે કે સ્વિટઝરલેંડ ગયેલ પ્રદીપ બર્મનનુ ખાતુ ખુલી ગયો હતો. બર્મનનુ ખાતુ ફક્ત એક ફેક્સ અને ફોન કોલથી ઓપરેટ થતુ હતુ. ચેનલે બર્મનનુ સ્વિસ બેંક એકાઉંટ નંબર પણ રજુ કર્યો.  
 
બર્મને માહિતી છુપાવી હતી 
 
પ્રદીપ બર્મન વિરુદ્ધ ઈન્કમ ટેક્ષ વિભાગે જે આરોપપત્ર તૈયાર કર્યુ છે તેમા આ બધી વાતો કરવામાં આવી છે. દસ્તાવેજો મુજબ બર્મને 2005-20006ની પોતાની આવક માત્ર 66 લાખ 34 હજાર ત્રણસો ચાલી રૂપિયા બતાવી હતી અને આવક વિભાગે આપેલ માહિતીમાં તેમણે એ નહોતુ બતાવ્યુ કે કોઈ વિદેશી બેંકમાં તેમનુ ખાતુ છે.  
 
ગયા વગર જ ખુલી ગયુ ખાતુ 
 
બર્મને આવક વિભાગની પૂછપરછમાં કહ્યુ કે એક માણસ જે ખ્વાજાને જાણતા હતા તે એચએસબીસી બેંક  જ્યુરિખનુ ફોર્મ લઈને દુબઈ આવ્યો હતો અને તેમને દુબઈમાં જ આ ફોર્મને ભરીને ઓળખના રૂપમા પોતાનો ફોટો અને ઈંડિયન પાસપોર્ટ લગાવ્યો હતો.  
 
ફેક્સ દ્વારા નીકલી જતા હતા પૈસા 
 
એવુ પણ જાણવા મળ્યુ છે કે ખાતામાંથી પૈસા કાઢવા માટે બર્મનને ક્યારેય જ્યુરિખ જવાની જરૂર નહોતી પડતી. બર્મનના મુજબ તેમણે બેંકને એ નિર્દેશ આપ્યો હતો કે જ્યારે પણ તેમણે પૈસા જમા કરાવવા હશે કે કાઢવા હશે તો તે બેંકને એક ફેક્સ કરી દેશે. ફેક્સ પહોંચ્યા પછી બર્મનની પાસે એક ફોન આવતો હતો જેના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવતી હતી કે પૈસા તેઓ જ કાઢી રહ્યા છે. ત્યારબાદ તેમણે જણાવવામાં આવતુ હતુ કે તેઓ કઈ બેંકમાંથી પૈસા લઈ શકે છે. જ્યારે ઈંકમટેક્સ અધિકારીઓએ બર્મનને પુછ્યુ કે તેઓ કયા નંબર પર ફેક્સ કરતા હતા તો તેમણે કહ્યુ કે હવે તેમને યાદ નથી.