શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સર્વની નજર અયોધ્યા નિર્ણય પર

અયોધ્યા વિવાદિત સ્થળ પ સ્વામિત્વ સંબંધી કેસનો નિર્ણય આવવામાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. નિર્ણય જે પણ હોય, પરંતુ પ્રભાવ અખિલ ભારતીય રહેશે. તેથી રાજનીતિક દળોએ અત્યારે બિલકુલ મૌન રાખ્યુ છે, જ્યારે કે સરકાર કોર્ટના નિર્ણય પર કોઈ પણ પ્રકારની વિપરિત પ્રતિક્રિયાથી ઉત્પન્ન થનારી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કમર કસી લીધી છે.

ઉપરથી બધુ જ શાંત લાગી રહ્યુ છે, પરંતુ કેટલાક રાજનેતાઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા વારંવાર આના ઉલ્લેખથી તનાવની શંકા ઉભી થઈ રહી છે કે આયોધ્યા મુદ્દો એ આસ્થા અને વિશ્વાસનો પ્રશ્ન છે.

કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી સાચવી રહેલ અધિકારીઓને ચિંતા એ વાતની છે કે નિર્ણય જે પણ હોય મનગમતો નિર્ણય ન આવતા કેટલીક તાકતો અને તોફાની તત્વો વાતાવરણ બગાડી શકે છે.

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ 1990ના દસકામાં દેશની રાજનીતિ પર પોતાની અસર બતાવી ચૂક્યુ છે અને તેના પર સ્વામિત્વને લઈને 60 વર્ષથી ચાલી રહેલ કેસ પર 24 સપ્ટેમ્બરના રોજ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે કાયદો અને વ્યવસ્થા માટે પડકારરૂપ સ્થિતિ ઉભી થવાની શંકાને નકારી નથી શકાતી.

વિશ્વ હિદું પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યુ કે અમે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 10 લાખ મંદિરોમાં યજ્ઞ કરાવીર અહ્યા છે અને રાષ્ટ્રપતિને જ્ઞાપન મોકલીને માંગ કરી છે કે કાયદો બનાવીને મંદિર નિર્માણની રાહમાં આવનારી અડચણો દૂર કરવામાં આવે. પૂર્વ ભાજપા નેતા અને 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખુ વિધ્વંસ સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહે કલ્યાણસિંહે પણ અયોધ્યામાં ગમેતેમ કરીને રામ મંદિરનુ નિર્માણની પ્રતિબદ્ધતા બતાવી છે.

તેમણે કહ્યુ કે કોર્ટે આ નિર્ણય ભલે હિન્દુઓ વિપરિત આવે પણ રામ મંદિર સાથે કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, તેથી સંસદે કાયદો બનાવીને રામ મંદિરનો રસ્તો સાફ કરવો જોઈએ.

અયોધ્યા સ્વામિત્વ વિવાદમાં એક પક્ષકર મોહમ્મદ હાશિમ અંસારીએ કહ્યુ છે કે કોર્ટનો જે નિર્ણય રહેશે તેનુ સન્માન કરવામાં આવશે. તેમણે કહ્યુ કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ મુસલમાનોને અપીલ કરશે કે કોર્ટનો નિર્ણય વિપરિત આવે તો પણ કોઈ અપ્રિય પ્રતિક્રિયા ન કરે. જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં જઈશુ. બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિના સંયોજક ખાલિક અહમદ ખાં એ જણાવ્યુ કે નિર્ણય વિપરિત પણ આવ્યો તો હાઈકોર્ટમાં જઈશુ.

અયોધ્યા વિવાદિત સ્થળ પર માલિકી સંબંધી પ્રથમ કેસ 1950માં ગોપાલસિંહ વિશારદ તરફથી દાખલ કરવામાં આવ્યો, જેમા ત્યાં રામલલાની પૂજા-અર્ચના ચાલુ રાખવાએને અનુમતિ માંગવામાં આવી હતી. બીજો કેસ આ આશયથી 1950માં જ પરમહંસ રામચંદ્ર દાસ તરફથી દાખલ કરવામાં આવ્યો, જેને પાછળથી પરત લેવામાં આવ્યો.

ત્રીજો કેસ 1959માં નિર્મોહી અખાડા તરફથી દાખલ કરવામં આવ્યો, જેમાં વિવાદિત સ્થળને નિર્મોહી અખાડેને સોંપી દેવાની માંગણી કરવામાં આવી હતી. ચોથો કેસ 1961માં ઉત્તરપ્રદેશ સુન્ની સેંટ્રલ બોર્ડ તરફથી દાખલ થયો અને પાંચમો કેસ ભગવાન શ્રીરામલલા વિરાજમાન તરફથી દાખલ કરવામાં આવ્યો.

ઉપરોક્ત પાંચેય કેસમાં પરમહંસ રામચંદ્ર દાસનો કેસ પરત થઈ ચૂક્યો છે, જ્યારે કે બાકીના ચાર કેસ પર કોર્ટ 4 સપ્ટેમબરના રોજ નિર્ણય સંભળાવશે.