ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

સલમાન ખાન આજે કોર્ટના શરણે !

જોધપુર (વાર્તા) ખૂબજ પ્રખ્યાત હરણ શિકાર પ્રકરણમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન આજે જોધપુર અદાલતમાં આત્મસમ્પર્ણ કરશે. જોધપુર જિલ્લા અને સેસંસ કોર્ટે સલમાનની અરજીને રદ કરીને તેની 5 વર્ષની સજાને કાયમ રાખી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સલ્લુ મિયાં મુંબઇ થી જોધપુર જવા નિકળી ગયા છે અને ત્યાં પહોંચીને બપોર પછી કોર્ટમાં હાજર થઇ જશે. સલમાન કોર્ટમાં ગઇ કાલે હાજર ના થતા જજ કમલરાજ સિંઘવીએ કાલેજ કડક પગલા લઇ જપ્તી વોરંટ ઝારી કરી પોલીસ અધીક્ષકને વિશેષ દળ બનાવીને સલમાનની તુરંત ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક ટૂકડીને મુંબઇ રવાના કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાને ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ દરમિયાન 28 તેમજ 29 સપ્ટેમ્બર, 1998ની રાત્રે ઘોડા ફાર્મ હાઉસની પાસે એક ચિંકારાનો શિકાર કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સલમાને મુખ્ય કોર્ટના જજે તેને 10મી અપ્રિલ 2006ના રોજ 5 વર્ષની સજા અને 25 હજારનો દંડની સજાને કાયમી રાખીને સલમાનની અરજીને ફગાવી દીધી હતી. આજ કોર્ટમાં સલમાનને ભવાદ ગામની બોર્ડરમાં 26 અને 27 સપ્ટેમ્બર, 1998ની રાત્રે બે હરણોનો શિકાર કરવાના મામલે એક વર્ષની સજા અને 5000 રૂપિયોનો દંડ ફટકાર્યો હતો તેના વિરૂધ્ધ દાખલ કરેલી અરજી ઉપર આગામી 10મી સપ્ટેમ્બરના રોજ ફેસલો થશે.