શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

સિહ ઈઝ કિંગને લીધે શીખો નાખુશ

અક્ષય કુમાર અને કેટરીના કૈફના અભિનયવાળી ફિલ્મ સિંહ ઈઝ કિંગ રિલીઝ થાય તે પહેલાં જ શીખ સમુદાયમાં રોષ પેદા થઈ ગયો છે. નાખુશ શીખ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મથી શીખોની વિચારધારા અને ઓળખાણને નુકશાન પહોચી શકે છે.

શિરોમણી અકાળી દળના મહાસચિવ પ્રેમસિંહ ચંદુમારજા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટિના પ્રમુખ પરમજીતસિંહ સરનાએ ચેતવણી આપી છે કે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની સાથે જોડાયેલી શીખ સમુદાયની ધાર્મિક ચિંતાઓની સાથે નિરાકરણ કરવું જોઈએ.

સરનાએ કહ્યું કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને આગ્રહ કર્યો છે કે સિહ ઈઝ કિંગને રાજધાનીની અંદર રીલીઝ કરવાની અનુમતિ ન આપે કેમકે આ ફિલ્મ શીખ ધર્મની ખોટી વ્યાખ્યા કરે છે.

અકાળ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિને આ ફિલ્મના વિજ્ઞાપનો પર ધ્યાન આપવું જોઈએ જે શીખની ઓળખાણને નુકશાન પહોચાડતાં અમારા નાકની નીચે આ પ્રસારિત થવા જઈ રહી છે. આની અંદર કોઈ જ શક નથી કે આ ફિલ્મ શીખો પર એક મજાક કરવા માટે જઈ રહી છે.

તેમણે ચેતવવી આપી છે કે આ ફિલ્મને આના વર્તમાન સ્વરૂપની અંદર દિલ્હીમાં નહી ચાલવા દઈએ. આ ફિલ્મની અંદર પાઘડી પહેરેલા એવા ચરિત્રો દેહાડવામાં આવ્યાં છે જેમની દાઢી ફ્રેંચ સ્ટાઈલમાં કપાયેલી છે.