શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 28 જૂન 2012 (13:01 IST)

સુરજીતસિંહે કબૂલ્યુ કે તેઓ પાકિસ્તાન જાસૂસી કરવા જ ગયા હતા

P.R
પાકિસ્તાનમાં આજીવન કેદની સજા કાપી ચૂકેલા ભારતીય સુરજીતસિંહને આજે લાહોરની કોટ લખપત જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સુરજીતે ૮૦ના દશકામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા હતા. સુરજીતની મુક્તિના સમાચાર બાદ પંજાબના ફિરોઝપુર જિલ્લા સ્થિત તેમના ફિડ્ડે ગામમાં જશ્નનો માહોલ છે.

પાકિસ્તાન પોલીસ ૬૯ વર્ષીય સુરજીત સિંહને વાઘા બોર્ડર સુધી લઇને આવી હતી. જ્યાં તેમને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.

વાઘા બોર્ડર પહોંચતાં સુરજીતે કહ્યું કે, તે હવે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. તેમણે કહ્યું કે, જો હું આવીશ તો ફરી મારા પર શક થશે કે હું જાસૂસી કરવા માટે આવ્યો છું. એટલે હવે હું પાકિસ્તાન નહીં આવું. તેમણે અપીલ કરી કે સરબજીતને પણ જલદી મુક્ત કરવામાં આવે. જેલમાં કરાયેલા વર્તન અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાં તેમની સાથે સારો વ્યવહાર કરાયો હતો.

સુરજીતે કહ્યું કે, હું સરબજીતને મુક્ત કરાવી લઇશે. કંઇક ને કંઇક તો કરીશું. મંત્રીઓને મળીશું. સરબજીતની માનસિક હાલત એકદમ ઠીક છે. તે દરેક પ્રકારની વાતચીત કરી શકે છે પણ આજે સવારે આવતાં પહેલાં હું તેમને નથી મળી શક્યો. જ્યારે પત્રકારોએ સુરજીતને પૂછ્યું કે તેઓ પાકિસ્તાન શા માટે ગયા હતા તો સુરજીતે કહ્યું કે, હા હું જાસૂસી કરવા માટે જ પાકિસ્તાન ગયો હતો.

સુરજીતના વકીલ અવૈસ શેખસે કહ્યું કે, તેમને પાકિસ્તાની પોલીસે જિયા ઉલ હકના સૈન્ય શાસનમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયાહતા.

સુરજીતને પાકિસ્તાની આર્મી એક્ટ ૧૯૮પ અંતર્ગત ફાંસીની સજા ફટકારાઇ હતી પણ ૧૯૮૯માં રાષ્‍ટ્રપતિ ગુલામ ઇશકખાને આ સજાને આજીવન કેદમાં બદલી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોટ લખપત જેલમાંથી મુક્તિ અગાઉ સુરજીતે જેલના અન્ય કેદીઓ સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠક તેમની વિદાયને સંલગ્ન હતી. સુરજીતે જેલના અધિકારીઓને અનુરોધ કર્યો હતો કે આ પ્રસંગે તેમને સેવઇ આપવામાં આવે.