બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 7 માર્ચ 2013 (11:40 IST)

સુષમાનો સરકાર પર વાર, બેવફા થઈ ગઈ છે સરકાર

P.R
પ્રધાનમંત્રી મનમોહન સિંહે બીજેપી પર તીખો હુમલ,ઓ બોલ્યો. પીએમે કહ્યુ કે જે ગરજે છે તે વરસતા નથી. મનમોહન સિંહે પડકાર ભર્યા અવાજમાં કહ્યુ કે એનડીએ ફરી ચૂંટણી હારશે. જવાબમાં બીજેપી બોલી કે પીએમના તેવર યૂપીએ સરકારની વિદાયના સંકેત છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહ બુધવારે એવા અંદાજમાં દેખાયા જે માટે તેઓ સામાન્ય રીતે ઓળખીતા છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલ વિવાદના જવાબ આપતા મનમોહન સિંહે બીજેપી પર સીધો હુમલો બોલ્યો. બીજેપીની વર્તમાન રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ખુદને નાઈટ વોચમેન કહેવાની યાદ અપાવતા કહ્યુ કે બીજેપીએ 2009માં અડવાણીને આર્યન મેન કહીને ચૂંટણીમાં ઉતાર્યા હતા. પણ સૌને જાણ છે કે શુ થયુ. મનમોહન સિંહે બીજેપી પર મજાક કરતી શાયરી પણ કરી 'હમકો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહી જાનતે વફા ક્યા હૈ.' પણ સામે વિપક્ષની નેતા સુષમા સ્વરાજ બેસી હતી, જેણે જવાબી શાયરી કરવામાં મોડુ ન કર્યુ અને કહ્યુ 'કુછ તો મજબૂરી રહી હોગી, કોઈ યૂ હી બેવફા નહી હોતા. અમારી મજબૂરી એ છે કે તમે દેશની સાથે બેવફાઈ કરી રહ્યા છો. પીએમે યૂપીએના કાર્યકાળને એનડીએ કરતા સારો કરાર અપતા તમામ આંકડા સામે મુક્યા.

તેમણે કહ્યુ કે યૂપીએ સરકારની ઉપલબ્ધિઓને ઓછી કરીને નહી આંકવી જોઈએ. પીએમે પોતાના દાવા સાબિત કરવા માટે આંકડા પણ રજૂ કર્યા. તેમણે જણાવ્યુ કે યૂપીએના નવ વર્ષના શાસનમાં સરેરાશ વિકાસ દર 7.9 ટકા રહ્યો, જ્યારે કે એનડીએના છ વર્ષોમાં આ લગભગ 6 ટકા રહ્યો. યૂપીએ શાસનમાં ગરીબી બે ટકાની ગતિથી ઘટી, જ્યારે કે એનડીએ શાસન દરમિયાન આ આંકડો માત્ર 0,8 ટકા રહ્યો. યૂપીએ 8 ટ્કાના વિકાસ દરને ફરીથી લાવવા કટિબદ્ધ છે. પીએમના આ આક્રમક તેવર તરફ સૌનુ ધ્યાન દોર્યુ પણ બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે આને સરકારની વિદાયના સંકેટ બતાવ્યા. જો કે પીએમે ભષ્ટાચારને લઈને વિપક્ષની તરફથી લગાવેલ આરોપોનો કોઈ સીધો જવાબ ન આપ્યો.