શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (13:30 IST)

સોશિયલ મીડિયા પર મોદીથી આગળ નીકળ્યા કેજરીવાલ

P.R


રાજનીતિમાં અરવિંદ કેજરીવાલની ધમાકેદાર એંટ્રીએ પોલિટિક્સની રમતને રસપ્રદ બનાવી દીધી છે. બધા સમીકરણ નવેસરથી બનતા બગડતા જોવા મળી રહ્યા છે. જેની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. 8 ડિસેમ્બર પછી જ્યારથી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેજરીવાલની લોકપ્રિયતાનો ગ્રાફ સાતમા આસમાન પર છે. તેઓ ટ્વિટર પર આખા વિશ્વમાં સૌથી ઝડપથી લોકપ્રિયતાની સીઢી પર ચઢી રહેલ નેતાઓમાં બીજા નંબર પર આવી ગયા છે. ફેસબુક પર આ બાબતે તેઓ આખા દેશમાં નબર એક પર છે.

જો કે બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે પણ બંને સ્થાન પર સૌથી લોકપ્રિય નેતા તરીકે કાયમ છે. પણ જે રીતે કેજરીવાલે અહી બઢત મેળવી છે. તેનાથી આ મીડિયમ પર મોદીની બાદશાહીને જોરદાર પડકાર મળવા લાગ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્તમાન દિવસોમાં ભારતીય રાજનીતિમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે.

રાજનીતિક દળો પોતે માને છે કે આગામી લોકસભા ચૂંટણીમાં આ માધ્યમનો અંતિમ પરિણામ પર ગંભીર અસર જોવા મળશે. બધા દળ આ હિસાબથી સોશિયલ મીડિયા રાજનીતિ બનાવવામાં લાગ્યા છે. થોડા દિવસો પહેલા એક રિસર્ચ મુજબ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછા 162 લોકસભા સીતોના પરિણામ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થશે.

પ્લેટફોર્મ એક, અંદાજ છે અલગ

- અરવિંદ કેજરીવાલ અને મોદી બંને યુવાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. મોદી જ્યા સિલેક્ટિવ મુદ્દા પર વિચાર જણાવે છે તો બીજી બાજુ કેજરીવાલ પોતાની તમામ વાતોને કહેવા માટે આ માધ્યમનો ઉપયોગ કરે છે.
- મોદી સોશિયલ મીડિયા પર લોકોના પ્રશ્નોના જવાબો નહી બરાબર આપે છે તો કેજરીવાલ અનેક સવાલોના જવાબ આપે છે.
- કેજરીવાલ મોટે ભાગે જુદા જુદા મુદ્દા પર સોશિયલ મીડિયા પર લોકોના ફીડબેક માંગ છે . મોદી આ રીતે પ્રશંસકોને જોડવાનો પ્રયત્ન ઓછો કરે છે.

આકડાકીય દ્રષ્ટિએ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ ટ્વિટર પર ફોલોઅર્સ - 9,08,733
કુલ ટ્વીટ્સ - 2,279

- સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી લોકપ્રિય થતા એકાઉંટ્સમાં તેમનો નંબર બીજો છે. તેમની ઉપર માત્ર કોલંબિયાના પ્રેજિડેંટ છે. વિધાનસભા ચૂંટણી બાદ રોજ તેમના સરેરાશ 8 હજાર ફોલોઅર્સ વધી રહ્યા છે.
- હાલ વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં તેઓ 73માં સ્થાન પર છે.
- ફેસબુક પર તેમના 17,33,446 પ્રશંસક છે અને સૌથી લોકપ્રિય નેતાઓમા ચોથા સ્થાન પર છે.
- ફેસબુક પર સૌથી ઝડપથી વધતી લોકપ્રિયતાના હિસાબે તમામ નેતાઓમાં આખા દેશમાં તેઓ નંબર એક પર છે. રોજ તેમના પ્રશંસકોની સંખ્યા 43 હજાર વધી રહી છે.
- આમ આદમી પાર્ટીના ફેસબુક પેજ સૌથી ઝડપથી લોકપ્રિયતાની તરફ વધતુ ત્રીજુ સૌથી ટોપ પેજ છે.


નરેન્દ્ર મોદી

ટ્વિટર પર ફોલોઅર્સ - 30.39. 274
- આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં 9મા સ્થાન પર
- આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય એકાઉંટમાં 62માં સ્થાન પર
- ફેસબુક પર મોદી 69,75,218 પ્રશંસકોની સાથે ફેસબુક પર સૌથી લોકપ્રિય નેતા છે, પણ સૌથી ઝડપથી લોકપ્રિય થવાના નેતાઓમાં કેજરીવાલથી પાછળ થઈને બીજા નંબર પર આવી ગયા છે. તેમના રોજ 33 હજાર ફેન વધી રહ્યા છે.

કેજરીવાલ અને મોદી બંને યુવાઓની વચ્ચે નાયકના રૂપમાં છે. બંને પોતપોતાના અંદાજમાં પોતાની પસંદ મુજબ વાત કરે છે. આ જ કારણ છે કે ભારતીય રાજનીતિમાં પહેલીવાર બે નેતા બૈંડના રૂપમાં ઉભર્યા છે. આ અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં નેતાઓને પણ આ ટ્રેંડ ફોલો કરવો પડશે.