શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કારકાલા , સોમવાર, 28 એપ્રિલ 2008 (09:42 IST)

સ્થિરતા-જવાબદારી વિકાસનો મંત્ર : મોદી

ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈપણ રાજ્યનાં સંપૂર્ણ વિકાસ માટે રાજકીય સ્થિરતા અને જવાબદારી એકમાત્ર મૂળ મંત્ર છે.

કર્ણાટક વિધાનસભાની કારકાલા સીટ પર પક્ષનાં ઉમેદવાર સુનીલ કુમારનાં પક્ષમાં પ્રચાર કરવા આવેલા મોદીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં તેમનાં બે વખતનાં કાર્યકાળમાં જ રાજકીય સ્થિરતા આવી અને રાજ્યએ બધા ક્ષેત્રોમાં તીવ્ર ગતિથી વિકાસ કર્યો.

તેમણે કહ્યું હતું કે, જો આગામી ચૂંટણીમાં ભાજપ સત્તામાં લાવવામાં આવશે તો ગુજરાતની જેમ જ કર્ણાટક પણ વિકસિત રાજ્ય બની શકે છે. મોદીએ યુપીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કોંગ્રેસ લઘુમતિ કાર્ડ રમીને તેમનો પોતાની વોટ બેંકનાં રૂપમાં ઉપયોગ કરી રહી છે.