ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , સોમવાર, 18 ઑગસ્ટ 2008 (10:25 IST)

હલોલમાં રચાયુ હતુ અમદાવાદ ધડાકાઓનું ષડયંત્ર

અમદાવાદ ધડાકાઓનુ ષડયંત્ર આ વર્ષે જાન્યુઆરીમાં વડોદરા જીલ્લાના હાલોલ ગામમાં પ્રશિક્ષણ શિબિર દરમિયાન રચાયુ હતું. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે સાવધાનીથી રચવામાં આવેલ આ ષડયંત્રમાં ધરપકડ કરાયેલ 9 સીમીના કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી નક્કી કરાઈ હતી.

આ વચ્ચે ધડાકાઓના સિલસિલામાં પ્રતિબંધિત સંગઠન સિમીના ધરપકડ કરાયેલ 9 કાર્યકર્તાઓને શહેરની મેટ્રોપોલિટન અદાલતે 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

કસ્ટડીમાં મોકલવામાં આવેલ જાહિદ શેખ, ઈમરાન શેખ, સાજીદ મંસુરી, ઈકબાલ શેખ, શમસુદ્દીન શેખ, યુસુન મંસુરી, ગયાસુદ્દીન અંસારી, આરિફ કાદરી અને ઉસ્માન અગરબત્તીવાલા છે. આ બધા જ 20 થી 25 વર્ષના છે.

વિસ્ફોટોના મુખ્ય ષડયંત્રકર્તા સીમા કાર્યકર્તા મુફ્તી અબૂ બશીરથી પૂછતાછ કર્યા બાદ પોલીસે કહ્યું કે તે ધડાકાઓ થયા તે દિવસે અમદાવાદમાં જ હતો. તેને ટ્રાંજીડ રિમાંડ પર લખનૌથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

બશીરે બે મહિનાઓ સુધી ડેરો જમાવી રખ્યો હતો અને અહીંયા વટવામાં એક ભાડાના મકાનમાં રહેતો હતો. શહેર અપરાધ શાખા અનુસાર તેણે અહીંયાથી જ આખા પ્લાનને અંજામ આપ્યો હતો.

પોલીસના અનુસાર હલોલમાં મુલાકાત બાદ આતંકવાદી ગતિવિધિઓમાં લુપ્ત સિમીના આ ઓહદેદાર એપ્રિલથી જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં મળ્યાં હતાં. આ દરમિયાન બશીરે આ ષડયંત્રને અંજામ આપવાની રણનીતીને છેલ્લુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આ મુલાકાતની અંદર બધા જ આરોપીઓ હાજર હતાં અને બધાને અલગ-અલગ વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ધડાકાઓના ત્રણ સપ્તાહથી પણ ઓછા સમયમાં આ ષડયંત્રનો ખુલાસો કરવા માટે રાજ્ય પોલીસને બધાઈ આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી મનમોહનસિંહથી સંગઠિત અપરાધ ગુજરાત નિયંત્રણ અધિનિયમને મંજુર કરવવા માટે કહ્યું છે.

આ પહેલાં થોડાક ગુનેગારોને અદાલતમાં રજુ કરાયેલ તેમના વકીલે કહ્યું હતું કે તેઓ નિર્દોષ છે. અદાલતનો રૂમ ગુનેગારોના સગસંબંધીઓથી ખીચોખીચ ભરેલો હતો. ગુજરાત પોલીસે અમદાવાદ અને અન્ય શહેરમાં થયેલ શ્રેણીબદ્ધ ધડાકાઓની પાછળ દેશમાં ફેલાયેલ આતંકી નેટવર્કનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે.