શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નૈનીતાલ , શનિવાર, 11 એપ્રિલ 2015 (13:55 IST)

હવે કૂતરા કરડશે તો બે લાખ રૂપિયા મળશે!!!

ઉતરાખંડ હાઈકોર્ટ એક અભૂતપૂર્વ ચુકાદો આપતા આદેશ કર્યો હતો કે કૂતરાના કરડવા પર ઈજાગ્ર્સ્ત થયેલા કે વ્યકતિને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે આદેશમાં સાથે મે પણ જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકાર મળીને એક સપ્તાહમાં જ પીડિતને આ રકમ ચૂકવી આપે. 
 
ઉતરાખંડ હાઈકોર્ટના જસ્ટીસ આલોક સિંહ અને સર્વેશ કુમાર ગુપ્તાની બેચે ઉપરોક્ત આદેશ સંભળાવ્યો હતો જે અંતર્ગત રખડતા કૂતરા ઉપરાંત વાંદરા લંગોરાના લોકોને કરડવા પર પણ આ જ વ્યવસ્થા અમલી રહેશે. રખડત પશુઓ દ્વ્રારા સામાન્ય રીતે જોખમી થયેલા વ્યકતિને લાખ જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલાઓને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન માત્ર નૈનીતાલમાં જ  કૂતરા કરડવાના ચાર હજાર જેટલા બનાવો સામે આવ્યા હતા . તેનાથી બોધપાઠ લઈ કોર્ટ રાજ્ય સરકાર અને સ્થાનિક નગરપાલિકાને આ મામલે ફટકાર લગાવતા નિદેશ કર્યો હતો કે તેઓ રખડતા કૂતરાઓ માટે સ્પેશિયલ શેલ્ટર એટલે કે આશ્રયસ્થાન બનવે ઉઅપરાંત તેઓ આવારા લંગૂરો અને વાંદરાઓ પર કાબૂ રાખવા કોઈ એક્શન પ્લાન તૈયાર કરે.