શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2013 (11:41 IST)

હવે તાજમહેલને બલૂનમાં બેસીને નિહાળો

P.R

ભારતનું સૌથી સુંદર અને પ્રેમનું પ્રતિક એવો તાજમહેલ હવે આપ આકાશમાંથી પણ નિહાળી શકશો. તાજનગરી આગ્રાના પ્રવાસમાં “એર સફારી”નું નવું આકર્ષણ ઉમેરાયું છે. કલાકૃતિ કન્વેન્શન સેન્ટર પરિસરમાં હિલિયમ બલૂન રાઈડિંગની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જેના દ્વારા હવે આકાશમાંથી તાજમહેલની સુંદરતાનો નજારો નિહાળી શકાશે.

ઓસવાલ ગ્રૂપના ડિરેક્ટર ઓસવાલે કહ્યું હતું કે હિલિયમ બલૂન રાઈડિંગ આગ્રા આવનારા પ્રવાસીઓ માટે આ નવું આકર્ષણ છે. તેનાથી તાજનગરીને વધુ સારી રીતે નિહાળી શકાશે. હોટ એર બલૂનથી તાજમહેલ નિહાળવાનો અનુભવ પણ શાનદાર રહેશે. વર્તમાન સમયમાં આ બલૂનને 200 ફિટની ઊંચાઈ સુધી લઈ જવાશે. થોડા દિવસોમાં તેને 350 ફિટ સુધી ઊંચે લઈ જવાની શરૂઆત પણ થઈ જશે.

ગભરાશો નહી, આ બલૂનમાં સફર કરતી વેળાએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાત વર્ષનાં બાળકથી માંડીને તમામ વયના લોકો આ બલૂનમાં સફર કરી શકે છે. ભારતીય પ્રવાસીઓ માટે ટિકિટ રૂ. 500 રહેશે અને સવારે અને સાંજે ટિકિટનો દર રૂ. 750 રહેશે. જ્યારે વિદેશીઓ માટે ટિકિટનો દર રૂ. 1500 રહેશે.