શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2015 (12:12 IST)

હવે બજારમાં આવશે રામદેવ મેગી, બાબા રામદેવે સ્વદેશી મેગી લાવવાનું એલાન કર્યુ

એક વધુ સંકટમાં ફસાયેલ મેગી પોતાને માટે સુરક્ષિત રસ્તો શોધવામાં લાગી છે. બીજી બાજુ યોગગુરૂ બાબા રામદેવે એલાન કરી દીધુ છે કે તેઓ ટૂંક સમયમાં જ બજારમાં તે મેગીની આરોગ્યપ્રદ વિકલ્પ નૂડલ્સ રજુ કરશે. 
 
યોગગુરૂએ કહ્યુ કે પતંજલિ નૂડલ્સમાં જરૂર કરતા વધુ મેદો નહી રહે. તેમણે કહ્યુ કે બાળકોને તેમના સ્વાદ, તેમની પસંદ હું પાછી કરીશ." આ સાથે જ રામદેવે માહિતી આપી કે તેમના નૂડલ્સમાં કોઈ પ્રકારના હાનિકારક તત્વો નહી રહે. 
 
મેગી પૈક અપ કરશે 
 
મેગીના મુદ્દે યોગગુરૂએ કહ્યુ કે મેગીએ માફી માંગવી જોઈએ. તેમણે કહ્યુ કે સરકાર જો કડક પગલા ઉઠાવશે તો મેગીને દેશમાંથી પોતાનુ પેક અપ કરવુ પડી શકે છે.  તેમણે મેગીની તીખી આલોચના કરતા કહ્યુ કે અમને એવી કંપની ન જોઈએ જે ઝેર સપ્લાય કરતી હોય. રામદેવે કહ્યુ કે આ ખરેખર ત્રાસદી છે કે આવા પ્રોડ્ક્ટ વેચાય રહ્યા છે. જે બાળકોના દિલ અને કિડની પર નકારાત્મક અસર નાખી શકે છે. 
 
રામદેવે પોતાના ઉત્પાદોમાં નૂડલ્સ ઉપરાંત હેયર ડાય અને જેલ વિશે માહિતી આપી.  આ ઉપરાંત તેમણે બાળકોની મનપસંદ બોર્નવિટા, હોર્લિક્સ જેવા પાવરવિટા લવવાની વાત કરી. 
 
સ્વદેશી પર કરો વિશ્વાસ 
 
તેમને સ્વદેશી વિચાર પર જોર આપતા પતંજલિના ઉત્પાદોનો ઉપયોગ કરવાની સલાહ આપી. સાથે જ કહ્યુ કે આપણે વિદેશી વસ્તુઓ કરતા સ્વદેશી પર વધુ વિશ્વાસ કરવો જોઈએ.  તેમણે કહ્યુ કે અમે કોઈ વેપાર નથી કરી રહ્યા. આ ધર્માર્થ છે. તેમણે કહ્યુ કે દુનિયાભરમાં ભલે જે થઈ રહ્યુ હોય, આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા ન ભૂલવી જોઈએ. 
 
તેમણે કહ્યુ, "સ્વદેશી ઉત્પાદોમાં પતંજલિ પ્રથમ પ્રયોગ છે. મહાત્મા ગાંધીએ સ્વદેશી સભ્યતાનો પાયો મુક્યો હતો. પણ તે ખાદી સુધી સીમ્તિ થઈને રહી ગયો." તેમણે કહ્યુ કે આજે ખાદી ગ્રામ ઉદ્યોગ પણ પોતાના બળ પર નહી પણ સબસીડિના દમ પર ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ કે જ્યારે મે સ્વદેશીનો નવો પ્રયોગ શરૂ કર્યો તો સરકાર પાસે એક રૂપિયો પણ નહોતો માંગ્યો. તેઓ બોલ્યા કે અમારુ લક્ષ્ય ઓછા ભાવ પર સારી ગુણવત્તાવાળુ પ્રોડ્ક્ટ પુરૂ પાડવાનુ છે.