શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ટોકિયો. , શુક્રવાર, 31 મે 2013 (09:46 IST)

હવે મુંબઈમાં મેટ્રો જાપાન દોડાવશે !1

P.R

મુંબઈ મેટ્રો લાઈન 3 પરિયોજના માટે જાપાને 71 અરબ યેન(જાપાની મુદ્રા)નુ કર્જ લીધુ છે. આ સંબંધમાં અદલાબદલીના નોટ્સ પર બુધવારે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને જાપાનનાં વડાપ્રધાન શિંજો અબેનાં સંયુક્ત નિવેદન મુજબ ભારતમાં બુલેટ ટ્રેન માટે બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા છે.

જાપાન સરકારે ભારતમાં સુપરફાસ્ટ બુલેટ ટ્રેન માટેનાં નિર્માણ કાર્યમાં રોકાણ કરવાનું વચન આપ્યુ છે.

કરાર મુજબ ભારતને જાપાની ચલણ યેનમાં કુલ 424 અબજ ડૉલરની લોન માટે એક્સચેન્જ ઑફ નોટ્સ પર હસ્તાક્ષર કર્યા. આ ઉપરાંત અન્ય 8 પરિયોજનાઓ માટે 353 અબજ ડૉલરની લોનનો સમાવેશ થાય છે.

મનમોહન સિંહે ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવામાં જાપાનની સહાયતાને આવકારી હતી. તેઓએ કહ્યુ કે ભારત તેની મૂળ પ્રાથમિકતાઓ, વ્યાપાર અને નાણાકીય સંશાધનનાં આધાર પર આ પરિયોજનાઓ પર કામ કરી રહ્યુ છે. ભારત અને જાપાન દ્વારા પ્રારંભમાં બુલેટ ટ્રેન દોડાવી શકાય એવા રૂટની તપાસ કરાશે. અને સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ પહેલા દિલ્હી અને મુંબઇ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેન દોડાવાશે. અને આવનારા 2 વર્ષમાં શક્ય હશે તો મુંબઇ અને દિલ્હી વચ્ચે 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડશે. જ્યારે મુંબઇ-અમદાવાદ રેલવે લાઇન 500 કિલોમીટરની હશે, જેના પર 1000 અબજ યેનનો ખર્ચ આવશે.