ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

હિંસા મુક્ત તણાવ મુક્ત સમાજ માટે શ્રી શ્રીનો સફળ ગૂગલ હેંગઆઉટ

હિંસા મુક્ત તણાવ મુક્ત સમાજ માટે શ્રી શ્રીનો સૌથી મોટો અને લાંબો હેંગઆઉટ

26 જાન્યુઆરી 2013, બેંગલુરૂ

સૌથી મોટા ઓનલાઈન સભામાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર દ્વારા સારા સમાજ માટે સ્વંય સેવા માટે લોકોને આમંત્રિત કર્યા. 'આપણે બધા મળીને દિવસનો એક કલાક સામાજીક કલ્યાણ માટે આપીએ, જેમા વિશ્વને રહેવા માટે સારુ સ્થાન મળી શકે. જો આપણે તણાવ અને ચિંતાથી મુક્તિ મેળવી શકીએ તો વિશ્વ એક પરિવારનું સપનું દૂર નથી.
P.R

આ નાગરિક સમાજના સભ્યો, કલાકારો, ખેલાડીઓ, પત્રકારો,નીતિ નિષ્પાદકોની એક વિસ્તૃત સરગ્રાહી સભા હતી, જેમા ઓમાન, તાઈવાન, પૈરાગ્વે, ઝિમ્બાબવે, ઈટલી, જર્મની, સ્લોવેનિયા, યુએસએ, સ્વીડન, અર્જેંટીના ઈઝરાયેલ ભારત અને પાકિસ્તાન જેવા વિવિધ મહાદ્વીપોથી લોકોએ 'આપણે હિંસા મુક્ત તનાવ મુક્ત સમાજના માટે શુ કરી શકીએ છીએ ? વિષય પર આ પહેલો અનોખો ઐતિહાસિક કાર્યકમમાં ભાગ લીધો. વિવિધ સ્થાનોથી લોકોને સમૂહના આ અનોખા ઓનલાઈન મહેફિલમાં જોડાયા.
P.R

પરાગ્વે અને અન્ય દક્ષિણ અમેરિકી દેશોથી ભ્રષ્ટાચાર પર પૂછાયેલ પ્રશ્નોનો ઉત્તર આપતા શ્રી શ્રીએ આ વાત પર જોર આપ્યુ કે ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે સમાજના વિવિધ સ્તર પર આરાજનૈતિક દબાણ સમૂહને બનાવવુ પડશે.

તેમને આ વાત પર પણ જોર આપ્યો કે 'જો સરકાર રક્ષા બજેટના 1% પણ શાંતિ પહ્લ અને સમાજ કલ્યાણ માટે ખર્ચ કરે છે તો આ વિશ્વ રહેવા માટે ઉત્તમ સાબિત થશે.
P.R

હિંસાની પ્રક્રિયા પર પ્રકાશ નાખતા શ્રી શ્રીએ જણાવ્યુ હિંસાના ત્રણ અંગ છે - મદિરા/નશીલી દવાઓ, તણાવ અને સમજની કમી. જો આપણે આ ત્રણમાંથી મુક્તિ મેળવી લઈએ તો આપણે ખુશ રહી શકીએ છીએ.

બસ્તરથી બુલ્ગારિયા સુધી વિશાળ શ્રેણીમાં સંઘર્ષ સમાધાનથી લઈને ભ્રષ્ટાચારથી વ્યસન, તણાવ જેવા વિવિધ વિષયો પર પ્રશ્ન પૂછવામાં આવ્યા. બે સારા મિત્ર, એક અરબ અને એક યહૂદી યુવતી એ જાણવા માટે ઉત્સુક હતી કે બે સમૂહ એક સાથે શાંતિ પૂર્વક કેવી રીતે રહી શકે છે.
P.R

જમિકાથી ગ્રૈમી પુરસ્કાર વિજેતા શેમીએ પ્રેમ પર એક પ્રેરણાદાયક ગીત ગાયુ અને જાહેર કર્યુ કે તેઓ સંગીત અને ધ્યાનને જમૈકાની જેલો સુધી લઈ જશે. આ સમય જ્યારે કે વિશ્વનો દરેક ખૂણો કોઈને કોઈ રૂપે હિંસાથી પ્રભાવિત છે, ભલે તે શાળા ગોળીબાર હોય કે રાષ્ટ્રીય આંદોલન હોય, ધાર્મિક વિવાદ હોય કે સ્ત્રીઓ પ્રત્યે અપરાધ હોય. આ કાર્યક્રમ મહત્વપૂર્ણ રહ્યો, કારણ કે આ પરિસ્થિતિ પર કામ કરવા માટે લોકોએ ચર્ચા વિચારણા કરી.

શ્રી શ્રી ગૂગલ પ્લસ દ્વારા વિશ્વ વ્યાપી શ્રોતાગણને સંબોધિત કરનારા પ્રથમ આધ્યાત્મિક ગુરૂ બન્યા. હૈંગ આઉટમાં ખાસ કરીને યુવાઓમાંથી અપૂર્વ દર્શ સંખ્યા એકત્રિત કરી. કાર્યક્રમે સૌથી મોટા ઓનલાઈન ધ્યાન હોવનો ઈતિહાસ બનાવ્યો.

આધ્યાત્મિક વિચારક દીપક ચોપડા, શ્રીલંકાઈ ક્રિકેટર કુમાર સંગકારા, બોલીવુડ નિર્દેશક રાજકુમાર હિરાની દ્વારા પણ દિલચસ્પ પ્રશ્ન પૂછવામાં આવ્યા.

હેંગ આઉટમાં ભાગ લેનારા કેટલાક પ્રતિનિધિઓમાંથી મિસ્રના રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રથમ મહિલા ઉમેદવાર બોથાનિયા કમલ, ટીવી ઉદ્ધોષક અર્નબ ગોસ્વામી, આધ્યાત્મિક ગુરૂ દીપક ચોપડા, નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મ્યરો સ્ચોલેસ યુવા આઈકોન, બુલ્ગારિયા, દેલન સ્લાચેવ યૂરોપિયન પાર્લમેંટ, જર્મનીના સભ્ય અને અન્યએ ભાગ લીધો.

હિંસામુક્ત તણાવ મુકત સમાજના તેમના સંકલ્પને આગળ વધારતા શ્રી શ્રી 3 ફેબ્રુઆરી 2013ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં વોલેંટિયર ફોર બેટર ઈંડિયા અભિયાનનો પ્રારંભ કરશે.