બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

હુ આજે અહી રડવા-કરગરવા નથી આવ્યો, પણ તમારા આંસુ લૂંછવા આવ્યો છુ - મોદી

બુંદેલખંડમાં મોદીએ ભાષણમાં શુ શુ કહ્યુ

P.R


કાનપુરમાં વિશાળ રેલીની સફળતા બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુંદેલખંડમાં વિજય શંખનાદ રેલીમાં વિશાળ રેલીને સંબોધી .. અહી રજૂ છે તેમના ભાષણની ઝલક .

- તમે અમને ફક્ત 60 મહિના આપો અમે દેશની તસ્વીર પણ બદલીશુ અને તમારી તકદીર પણ બદલીશુ.

- ભાજપે મારા જેવા એક સામાન્ય માણસને જેણે રેલવેના ડબ્બામાં ચા વેચવાનુ કામ કર્યુ તેણે દેશના ભાવી પીએમ તરીકે જાહેર કર્યો. આ ભાજપ પાર્ટીની ઉદારતા છે. તમે મને પીએમ ન બનાવશો. તમે મને ચોકીદાર બનાવો. અને હુ દિલ્હીમાં જઈને ચોકીદાર જેવો બેસીશ. જો તમે આવો ચોકીદાર બેસાડશો તો હિન્દુસ્તાનની તિજોરી પર કોઈ પંજો નહી પડવા દઉ. હું ચોકીદારને નાતે તમારી સેવા કરીશ.

- ભાઈઓ લક્ષ્મીબાઈએ કહ્યુ હતુ કે મારી ઝાંસી નહી આપુ નહી આપુ, હુ કહુ છુ કે મારો દેશ નહી આપુ નહી આપુ, તમે પણ કહો કે બેઈમાનોને નહી આપીએ નહી આપીએ.

- તેઓ ગરીબીની મજાક કરી રહ્યા છે તેમને માટે ગરીબી એક માનસિક સ્થિતિ છે.

- એવુ લાગે છે કે દિલ્હીની સરકાર કોઈ ન્યુઝ એજંસી છે જે અમને જણાવે છે કે આઈએસઆઈ આવુ કરી રહી છે. જ્યારે કે તેમણે તો આઈએસઆઈની ખબર લેવી જોઈએ. મને બતાવો શુ તમે આવા નેતાઓ પર વિશ્વાસ કરી શકો છો. શુ તેમના ભરોસે દેશને છોડી શકો છો.?

- શહજાદે એ કહ્ય કે આઈએસઆઈ કેટલાક મુસ્લિમ યુવકોનો સંપર્ક કરી રહી છે. તો મારો એ શહેજાદેને હું પૂછવા માંગુ છુ કે દેશમાં તમારી સરકાર છે. શુ કારણ છે કે આઈએસઆઈ યુપીના ગલીઓમાં જઈને મુસ્લિમ યુવકોનો તમારી આંખ સામે સંપર્ક કરી રહી છે. તમે કરી શુ કહ્યા છો, આઈએસઆઈની આટલી હિમંત કેવી થઈ ? શહજાદે તમે એમના નામ જાહેર કરો જે યુવાનો આઈએસઆઈ સાથે સંકળાયેલા છે. જો તમને વિશ્વાસ હોય તો તમે તેમના નામ જાહેર કરો, . તમે નામ જાહેર ન કરી શકો તો એ યુવાનોની સાર્વજનિક માફી માંગો. કારણ કે તમને કોઈ અધિકાર નથી કે તમે કોઈ કોમ પર આવો આરોપ લગાવો

- ભારતની અત્યંત ગુપ્ત માહિતી એ વ્યક્તિ સાથે કેવી રીતે શેર કરી શકે છે જેણે ક્યારેય ગુપ્તતાની શપથ નથી લીધી. શુ કારણ છે કે ભારતીય ગુપ્ત એજંસી શહજાદેને અવી ગુપ્ત માહિતી આપે છે.

- શહજાદે એ કહ્યુ હતુ કે મારી દાદી મરી ગઈ ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો શુ આ સત્ય છે કે ત્યારે કોંગ્રેસને પણ ગુસ્સો આવ્યો હતો. તેથી જ શુ તમારી પાર્ટીએ હજારો શીખોને જીવતા સળગાવી દીધા હતા અને આજ સુધી એકને પણ સજા નથી મળી. તમારી દાદીના મરવાથી તમને ગુસ્સો આવ્યો હશે પણ જ્યારે હ્જારો શીખોને જીવતા સળગાવી દીધા હતા ત્યારે શુ તમને ગુસ્સો આવ્યો હતો. ? આજે ચુંટ્ણી આવી તો તમે એ વાતને કહીને દાઝ્યા પર મીઠુ નાખવાનુ કામ કરી રહ્યા છો.

- હવે લોકસભાની ચૂંટણી આવાવાની છે. હવે દિલ્હીવાળાઓએ પોતાના કામનો હિસાબ આપવો જોઈએ કે નહી. ભ્રષ્ટાચાર ઉપર જવાબ કેમ નથી આપતા. તેઓ પોતાની જાતને શહજાદે માને છે તેથી જવાબ નથી આપતા.

- આ લોકોએ તમને ગામ છોડવા મજબૂર કર્યા. આ લોકોએ મારા બુંદેલખંડના યુવાનોને ગુજરાતમાં જઈને પરસેવો રેડી રહ્યા છે જેને કારણે આજે મારુ ગુજરાત ચમકી રહ્યુ છે. જો આ જ પરસેવો તેમણે બુંદેલખંડમાં વહાવ્યો હોત તો આજે બુંદેલખંડ ક્યાનુ ક્યા પહોંચી જતુ.

- ભાઈઓ બહેનો મને બતાવો તમે મારા પ્રશ્નનો જવાબ આપશો. ' શુ બુંદેલખંડનો કોઈ નૌજવાન પોતાનુ ગામ, પોતાનુ ઘર છોડીને મુંબઈ કે ગુજરાતની ઝુપડીમાં જઈને રહેવા માંગે છે. તમારા મા બાપને છોડીન જવા માંગો છો, નોકરી માટે ભટકવા માંગે છે.

- હુ દેશવાસીઓને કહુ છુ કે ઝાંસીની ધરતીને કહુ છુ કે મારા દેશવાસીઓએ તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા અમને ફક્ત 60 મહિનાઓ આપો. 60 વર્ષમાં તેમણે જેટલુ બરબાદ કર્યા છે. અમે 60 મહિનામાં દેશની તકદીર બદલી નાખીશુ.

- આ ધરતી છે જ્યા એક બાજુ કોંગ્રેસનો હુંકારવાદ છે, સપાનો પરિવારવાદ છે અને બહુજન સમાજ પાર્ટીનુ વ્યક્તિવાદ છે આ વાદો થી ભરેલા લોકો તમારુ ભલુ નહી કરે ફક્ત પોતાનુ ભલુકરે છે. જ્યા સુધી તમે આ ત્રણેયથી મુક્તિનો સંકલ્પ નહી કરો ત્યા સુધી તમે સુખી નહી થાવ

- હું વિશ્વાસથી કહુ છુ કે યુપી પાએ એટલુ સામર્થ્ય છે કે યુપી એકલુ પોતાના દમ પરથી આખા હિન્દુસ્તાનનુ ગૌરવ બની શકે છે. પણ તેમને ન તો વિકાસ કરવામાં રસ છે કે નથી યુવાનોના વિકાસમાં રસ છે. તેમને ફક્ત રાજનીતિ કરવામાં રસ છે. ભાઈને ભાઈ સાથે લડાવવામાં રસ છે.

P.R

- અહી બધા લૂંટારૂઓ છે તેઓ સૌનુ લૂંટે છે. તેઓ 'સબકા' લૂંટે છે. મતલબ સપાનો સ, બહુજન પાર્ટીનો બ અને કોંંગેસનો ક તેઓ સૌ મળીને લૂંટે છે.

- પ્લાનિંગ કમિશન જેના અધ્યક્ષ ભારતના પીએમ હોય છે એ પેકેજનો ઉત્તમ ઉપયોગ કોઈએ કર્યો તો એ છે એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહે કર્યો. હવે સમય કામનો છે. સપા, કોંગ્રેસ બસપાને પેકિંગ સાથે રવાના કરો હવે પેકેજ નહી તેમનું પેકિંગ કરવાની તૈયારી કરો.
- આજે હું ગર્વથી કહી શકુ છુ કે મારી પાર્ટીના નેતા આદરણીય શિવરાજ સિંહે પાઈ પાઈ ચુકવી.
- અહી કુવા ખોદવાની વાત હતી ક્યાય કુવો દેખાય છે, અહી વૃક્ષો વાવવાની વાત હતી શુ અહી વૃક્ષો દેખાય છે ?

- જ્યારે ચૂંટ્ણી આવે છે ત્યારે અમારા કોંગ્રેસ ભાઈઓ રેવડી વહેચવા આવી જાય છે. આજકાલ તો તેઓ પેકેજની વાત કરે છે. તમારી ત્યા પણ પેકેજ આવ્યુ હતુ. એ પેકેજ શુ તમારું ભલુ કરવા આવ્યુ હતુ નહી ભાઈઓ એ પેકેજ તો અહીના કોંગ્રેસ તરફી નેતાઓનુ મોઢુ બંધ કરવાનાં ટુકડાના રૂપમાં હતુ.
- હુ હેલિકોપ્ટરમાં આવી રહ્યો હતો ત્યારે હુ જોયુ કે અહી કેટલી બધી નદીઓ છે છતાય અહીના લોકો તરસ્યા કેમ, અહી જમીન સુકી કેમ ? જવાબ આપે દિલ્હીની સરકાર, જ્યા જ્યા તેમના પગ પડ્યા છે ભલે એ પછી આંધ્રપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી ભલે કોંગ્રેસનુ સમર્થન કરનારી સરકાર હોય ત્યા મારા ખેડૂત ભાઈઓને આત્મહત્યા કેમ કરવી પડે છે.

- હુ અહી તમારા આંસૂ લૂંછવાનો વિશ્વાસ અપાવવા આવ્યો છુ. અહીના ગરીબોના આંસુ લૂંછવાનો હુ સંકલ્પ લઉ છુ, શુ બુંદેલખંડ આગળ નથી વધી શકતુ, શુ અહી ની જનતામાં દમ નથી ? શુ અહીના ખેડૂતોમાં દમ નથી, અહીની સરકારને પરવા નથી.

- મોદીએ શરૂઆતમાં કહ્યુ, હું આજે તમારી પાસે રડવા કે કરગરવા નથી આવ્યો. હું તમારા આંસુ લૂછવા આવ્યો છુ. હું સંકલ્પ લઈને આવ્યો છુ કે બુંદેલખંડની મુશ્કેલીઓમા આવતા આંસૂ લૂંછવાના છે. બુંદેલખંડ વીરોની ભૂમિ છે.

- મોદીએ હંમેશની જેમ પોતાના ભાષણની શરૂઆત ભારતમાતાની જય સાથે કરી. તેમણે કહ્યુ કે બુંદેલખંડની ધરતીએ અનેક વીરોને જન્મ આપ્યો છે હુ એ ધરતીને નમન કરુ છુ, આ મારુ સૌભાગ્ય છે કે મને અહી તમારી સમક્ષ આવવાની તક મળી છે.
..

- ઉમા ભારતીએ કહ્યુ કે જે રીતનો વિકાસ ગુજરાતમાં થયો છે એવો જ વિકાસ જો તમે ભારતમાં જોવા માંગતા હોય તો તમારે મોદીને ભારતના પીએમ બનાવવા પડશે.
- ઉમા ભારતીએ કહ્યુ કે ભાજપને કોંગ્રેસ મુસલમાન વિરોધી તરીકે બદનામ કરે છે પણ ગુજરાતના મુસલમાનો જેટલા ખુશ છે એટલા બીજે ક્યાય નથી.
- ઉમાભારતીએ ભાષણની શરૂઆતમાં ગુજરાતના ગુણગાન ગાયા. તેમણે કહ્યુ કે બુંદેલખંડમાં કોઈ એક સ્થળથી બીજા સ્થળ પર હેલિકોપ્ટરમાં જવુ અને ગુજરાતના કોઈ એક શહેરમાંથી બીજા શહેરમાં રોડ દ્વારા જવામાં એક જેવો સમય લાગે છે.