શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: વિલાસપુર , ગુરુવાર, 13 નવેમ્બર 2014 (12:18 IST)

હુ સર્જરી તો નથી કરી શકતો ને - નસબંધી પર છત્તીસગઢ સ્વાસ્થ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

વિલાસપુરમાં નસબંધી પછી થયેલ મોત પર છત્તીસગઢ સરકાર ગંભીર નથી દેખાય રહી. એટલુ જ નહી સરકાર તરફથી આવા જ સંવેદનહિન નિવેદન આવી રહ્યા છે. જેનાથી પીડિતોના જખમ વધુ પીડાદાયક થઈ રહ્યા છે. નસબંધીને કારણે થયેલ મોત પર રાજ્યના સ્વાસ્થ્યમંત્રી અમર અગ્રવાલે કહ્યુ કે મંત્રી ઓપરેશન તો નથી કરાવી શકતા.  
 
નસબંધી પછી અત્યાર સુધી 13 મહિલાઓના મોત 
 
આ દરમિયાન આરોપી ડોક્ટર આર.કે ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. નેમીચંદ જૈન હોસ્પિટલના ડોક્ટર ગુપ્તાને બલૌદા બજારથી ધરપકડ કરવામાં આવ્યા. ડોક્ટર વિરુદ્ધ બિનઈરાદા હત્યાના કેસ નોંધાયો છે.  ડોક્ટર ગુપ્તાએ બિલાસપુરના સરકારી કૈપમાં 83 મહિલાઓની નસબંધી કરી હતી.  
 
નસબંધી પછી તબિયત બગડવાથી 14 મહિલાઓનુ મોત થઈ ગયુ. અનેક સ્ત્રીઓની પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેપ્ટિસિમિયાને કારણે મોતની વાત સામે આવી રહી છે. પોલીસન શક છે કે ઓપરેશન દરમિયાન આપવામાં આવેલ દવાઓથી સ્ત્રીઓની હાલત બગડી. દવાઓની તપાસ પણ કરાવાય રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરના રોજ નેમીચંદ હોસ્પિટલમાં 83 મહિલાઓનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ઓપરેશન પછી તેમને દવાઓ આપીને રજા આપવામાં આવી.  ઘરે પહોંચતા જ સ્ત્રીઓને ઉલટીઓ થવા માંડી. એવુ કહેવાય રહ્યુ છે કે એનિસ્થીસિયા આપવા માટે ઓપરેશન દરમિયાન વિશેષજ્ઞ હાજર નહોતા. એટલુ જ નહી સ્ટરલાઈઝ કર્યા પછી ઓપરેશન માટે થોડો સમયનો ગૈપ આપવાનો હોય છે. જ્યારે કે આવુ નહોતુ કરાયુ જેને કારણે ઈંફેક્શન ફેલાયુ.